મહિલા બુટલેગર દારૂ સાથે ઝડપાઈ

0
12

સુરત, તા. ૨૦
કામરેજ તાલુકાના ઝાંખા ગામના ભાથુજી મંદિર ફળિયામા઼ રહેતી એક મહિલા બુટલેગરના મકાનમાં તેમજ શેરડીના ખેતરમાં પોલીસે દરોડા પાડી વગર પાસ પરમીટની દારૂની ૭૧૧ નંગ બોટલ કિંમત રૂ. ૩૮,૪૫૦/- કબજે કરી તેની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો પુરો પાડનાર બુટલેગર અંકિતને પોલીસ ચોપડે વોન્ટેડ બતાવાયો હતો. પોલીસે પ્રોહીબીશન એકટ મુજબનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કારેજ ઝાંખા ગામ મંદિર ફળિયામાં સુનીતાબેન ઉર્ફે ટીનાબેન ગામીત રહે છે. તેઅો છૂટક દારૂનું વેચાણ કરે છે. ગત દિવસોમાં આર.આર. સેલે મહિલા બુટલેગર સુનિતાબેન ગામીતના ઘરના વાડામાં તેમજ શેરડીના ખેતરમાં દરોડા પાડી વગર પાસ પરમીટની ૭૧૧ નંગ બોટલ કિંમત રૂ. ૩૮,૯૫૦/- તથા એક મોબાઈલ ફોન કરી તેની ધરપકડ કરી હતી. જ્યારે આ દારૂનો જથ્થો પુરો પાડનાર અંકિત નામના બુટલેગરને પોલીસે ચોપડા પર વોન્ટેડ જાહેર કર્યો હતો. પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY