જોબવર્ક કામ કરનાર પર હુમલો

0
13

સુરત, તા. ૨૦
પુણા પોલીસ મથકની હદમાં આવતા ગીતાનગર સોસાયટીમાંર હેતા અને જોબવર્કનું કામ કરતા એક વ્યકિત પર છ જેટલા અજાણ્યા ઈસમોએ લોખંડના સળિયા જેવા સાધનો વડે હુમલો કરી શરીરે ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હોવાનો બનાવ પુણા પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પુણા-યોગીચોક શિવસંગિની રેસિડેન્સી ખાતે ઈશ્વરભાઈ છગનભાઈ ડાબલા રહે છે. ગતરોજ તેઓ ગીતાનગર સોસાયટી પાસેથી પસાર થતા હતા ત્યારે આરોપી શૈલેષ સરવૈયા સહિત છ ઈસમોએ નજીવી બાબતમાં ઝઘડો કરી લોખંડના સળિયા વડે હુમલો કરી ઈશ્વરભાઈ તથા તેના ભાઈ અલ્પેશના શીરરના ભાગે ઈજાઅો પહોંચાડી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત જાબવર્ક કરનાર ઈસમે પુણા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY