પૂર્વ-પશ્ચિમ કચ્છમાં હાઇએલર્ટ : આર્મી સ્કૂલમાં બે દિવસની રજા

0
8

બીએસએફની સાથે મિસાઈલ જેવા શસ્ત્રો લઇ આર્મી તૈનાત
કચ્છ,તા.૨૮
ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ વચ્ચે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સરહદના વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દવાઓનો જરૂરી જથ્થો રાખવાની સૂચના આપી દેવામાં આવી છે. બીજી તરફ ભારતે કચ્છ સરહદે જવાનો ખડકી દીધા બાદ પાકિસ્તાન તરફથી પણ સરહદે હિલચાલ જોવા મળી છે. રણ વિસ્તારો, ક્રિક અને દરિયાઇ સીમામાં પાકિસ્તાન તરફથી હિલચાલ જાવા મળી રહી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે રાજ્યભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે. દરેક શહેરમાં પોલીસને સ્ટેન્ટ ટુ રહેવાના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્યના સરહદી બોર્ડર પર પણ એલર્ટ આપવામાં આવ્યું છે.
કચ્છની દરીયાઇ તેમજ જમીની સરહદ પાકિસ્તાન સાથે જાડાયેલી હોવાથી પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં હાઇએલર્ટ આપવામાં આવ્યું છે. સરહદી વિસ્તારોમાં આવેલી પોલીસ ચોકીઓ પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. કચ્છની સ્થાનિક પોલીસ, એસઓજી, એલસીબી અને એસઆરપી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વાયુસેનાના મથકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. ભારતીય સેનાની ત્રણ પાંખને એલર્ટ પર રાખવામાં આવી છે.
કચ્છની સરહદે પાકિસ્તાન તરફથી હિલચાલ જાવામાં આવી છે. સરહદે પાકિસ્તાને ટેન્કો તેમજ સૈન્યના કાફલો ખડકી દીધો છે. પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી અને ડોલ્ફિન કમાન્ડોને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ આપવામાં આવ્યો છે. વિઘાકોટ બોર્ડર પિલર નંબર ૧૧૧૧થી પાકિસ્તાન સૈન્યનો બદીનનો કેમ્પ અડધા કિલોમીટર દૂરના અંતરે આવેલો છે. ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીના ઇનપુટ બાદ કચ્છની ગુપ્તચર એજન્સી એલર્ટ પર રાખવામાં આવી છે.
સરહદી વિસ્તારમાં તણાવભર્યા માહોલ વચ્ચે ભૂજની આર્મી સ્કૂલ ખાતે બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY