૧૫ દિવસમાં પેમેન્ટ નહીં કરી છેતરપિંડી
સુરત, તા. ૨૨
રૂપિયા ૧૪.૮૮ લાખની ઠગાઈ કરનાર બે વેપારી સામે સલાબતપુરા પોલીસ મથકે ફરિયડાદ નોંધાઈ હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાંડેસરા આકાશ રો હાઉસમાં રહેતા નિલેશ જયંતિલાલ ભરૂચાવાળાએ આરોપી નવાબ હનિફ ચોકસી, હનિફ ચોકસી (નવાબ સિલ્ક મિલ્સ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીની ભાગીદારી પેઢી ક્રિષ્ના ફેશનમાંથી આરોપીએ રૂપિયા ૧૪,૮૮,૭૪૬ની કિંમતનો કાપડનો જથ્થો ખરીદી ૧૫ દિવસમાં પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાતમાં – છેતરપિંડી કરી હતી. સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



