ઉત્તર દિશાથી પવન ફૂંકાવાની સાથે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ફેરફાર

0
24

નવસારીમાં ૧૪, વલસાડમાં ૧૫ અને સુરતમાં ૧૯ ડિગ્રી ન્યુનત્તમ તાપમાન
સુરત, તા. ૨૨
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી તાપમાનમાં નોંધપાત્ર વધારો ઘટાડો થતા રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્ના છે. આગામી દિવસોમાં ઉત્તરીય ગરમ પવન ફૂંકાવાની સાથે ઉનાળની શરૂઆત થશે. સુરત હવામાન વ્ભિગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનં અધિકત્તમ તાપમાન ૩૧.૬ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૯.૧ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૮૫ ટકા તેમજ હવાનું દબાણ ૧૦૧૭.૫ મીલીબાર નોંધાયું છે. ઉત્તર પૂર્વ દિશાથી કલાકના ૩ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે. શહેરના અધિકત્તમ તાપમાનમાં સડસડાટ ૭ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું ન્યુનત્તમ તાપમાન ૧૪ ડિગ્રી નોંધાયું છે જે ગતરોજ ૧૫ ડિગ્રી નોંધાયું હતું. આજે તાપમાનમાં ૧ ડિગ્રીનો વધારો નોંધાયો છે. વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું ન્યુનત્તમ તાપમાન ૧૫.૬ ડિગ્રી નોંધાયુ઼ છે જે ગતરોજ ૧૪.૬ ડિગ્રી નોંધાયું હતું. આમ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો વધારો થઈ રહ્ના છે. આગામી દિવસોમાં ઉનાળાની વિધિવત શરૂઆત થાય તેવી શક્યતા છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY