ગૌહાટી,તા.૨૪
આસામના ગોલાઘાટ જિલ્લામાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મોતને ભેટનારા લોકોની સંખ્યા ૧૩૦ પર પહોંચી છે. બીજા ૨૦૦ થી વધારે લોકો બીમાર છે.હજી પણ મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.
સતત ત્રીજા દિવસે પણ લોકોના મોત થઈ રહ્યા હોવાથી સમગ્ર આસામમાં આ ઘટનાના પગલે રોષની લાગણી છે.દરમિયાન આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે શનિવારે હોસ્પિટલમાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી.સરકારે મૃતકના પરિવારજનોને ૨ લાખની અને સારવાર લઈ રહેલા લોકોને ૫૦૦૦૦ની સહાયની જાહેરાત કરી છે.
આ પહેલા ભાજપના ધારાસભ્યે કહ્યું હતુ કે ૨૫૦થી વધારે લોકોએ ગુરુવારે એક જ દુકાનમાંથી દારુ ખરીદીને પીધો હતો.આ તમામ લોકો ચાના બગીચામાં કામ કરનારા શ્રમજીવીઓ હતા.
આ મામલામાં બે વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે.મુખ્યમંત્રી સર્વાનંદ સોનેવાલે સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે.જ્યારે બે એક્સાઈઝ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઝેરી દારુ પીધા બાદ તબિયત લથડવાના કારણે લોકોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા ત્યારે ૧૨ લોકોને તો ડોક્ટરોએ તે જ સમયે મૃત જાહેર કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



