બિજનૌર,તા.૨૮
ઉત્તરપ્રદેશનાં બિજનોરમાં ધોળા દિવસે અજાણ્યા બદમાશોએ બહુજન સમાજવાદી પાર્ટીનાં નેતા હાજી એહસાન અને તેનાં ભત્રીજા શાદાબની ધોળા દિવસે હત્યા કરી દીધી હતી. હત્યારાઓ અંધાધુંધ ગોળીબાર કરીને ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયા. ફાયરિંગના પગલે સમગ્ર બજારમાં અફડા તફડી મચી ગઇ હતી.
કેસ નજીમાબાદનો છે, જ્યાં માહિતી મળતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને આ મુદ્દે તપાસ ચાલુ કરી દીધી છે. દુર્ઘટના સમયે હસન પોતાની ઓફીસમાં ધાર્મિક ગ્રંથ વાચી રહ્યા હતા. ત્યારે અચાનક બે બદમાશો મિઠાઇનો ડબો લઇને તેમની ઓફીસમાં ઘુસ્યા અને અંધાધુંઘ ગોળીબાર કરવા લાગ્યા હતા.
ગોળીઓ હાજી એહસાન અને તેનાં ભત્રીજા શાદાબને લાગી હતી. તે બંન્નેને તત્કાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટર્સ દ્વારા તેમને મૃત જાહેર કરાયા હતા. હાજી એહસાન બસપા નઝીબાબાદ વિધાનસભા અધ્યક્ષ હતા. નઝીબાબાદમાં પ્રોપર્ટીનું કામ પણ છે. મુખ્ય બજારમાં જ તેની ઓફીસ પણ આવેલી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




