નાંદોદના મોવી પાસે ટ્રકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર ભાઈ બેનના ઘટના સ્થળે મોત

0
73

રાજપીપલા:
નાંદોદ તાલુકાના બીતાડા અને મોવી વચ્ચે આજે સવારે અગિયારેક વાગે એક ટ્રક ચાલકે બાઇક પર જતા પિતરાઈ ભાઈ બહેનને ટક્કર મારતા બાઈક પર સવાર બંનેનું ઘટના સ્થળેજ મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકાના સોલીયા ગામના મુકેશ મહેશભાઈ વસાવા અને એમની પિતરાઈ બહેન રંજન વજેસિંહ વસાવા બાઇક નં.જી.જે.20.4190 લઈ જઈ રહ્યા હતા ત્યારે સવારે લઘભગ અગિયારેક વાગે સામેથી આવતી ટ્રક નં.એમ.એચ.18.એ.એ.6655 ના ચાલકે પોતાની ટ્રક પુરપાટ હંકારી લાવવ નાંદોદ ના મોવી પાસે આ બાઇક ને અડફેટમાં લેતા બાઈક પર સવાર ભાઈ બહેન ઉછળીને ફંગોળાઈ જતા ગંભીર ઈજાઓ થઈ હતી જેમાં મુકેશ મહેશ વસાવા (24) અને રંજનબેન વજેસિંહ વસાવા (25) નું ગંભીર ઇજાના કારણે મોત થયું હતું અકસ્માત કરી ટ્રક ચાલાક ટ્રક લઈને ભાગી છૂટ્યો હતો અને ત્યાંથી સીધો ડેડીયાપાડા પોલીસ સ્ટેશને ટ્રક સાથે હાજર થયો હોવાનું પોલીસ શુટરો માંથી જાણવા મળ્યું છે.રાજપીપલા પોલીસે અ.મોત નો ગુનો નોંધી ટ્રક ચાલાક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY