અમદાવાદ,
તા.૧૦/૪/૨૦૧૮
યુ ટર્ન લેવા જતાં કારે ટક્કર મારતા બાઈકચાલક બસ નીચે આવી ગયો
અમદાવાદમાં દિવસેને દિવસે અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના બની છે. અમદાવાદના ઇ્ર્ં પાસે કે જ્યાં બસે બાઈકને અડફેટે લેતા બાઈકસવારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
સાબરમતી ચીમનભાઈ બ્રિજ ઉપર યુ ટર્ન લેવા જતાં બાઈકચાલકને પાછળથી આવેલી કારે ટક્કર મારતાં બાઈકચાલક સામેથી આવતી બસ નીચે આવી ગયો હતો. અકસ્માતમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે આ અંગે કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ સાબરમતી મયૂર પેટ્રોલ પંપ પાછળ આવેલા શાંતિવન એપાર્ટમેન્ટમાં રહેતા જાહ્ન વર્ગીસ સવારે તેમનું બાઈક લઇ અને નીકળ્યા હતા. આરટીઓ તરફથી ચીમનભાઈ પટેલ બ્રિજ ઉપરથી સાબરમતી તરફ જઈ રહ્યા હતા. બ્રિજ ઉપર તેઓ પહોંચ્યા ત્યારે તેઓએ બ્રિજ પરથી યુ ટર્ન લેવા બાઈક લઇ ડિવાઇડરના કટ પાસે ઊભા હતા.
દરમ્યાનમાં પાછળથી કોઈ અજાણી કારના ચાલકે જ્હોનના બાઇકને ટક્કર મારી હતી. ટક્કર વાગતાં બાઈક સામેની તરફ રોડ પર જતું રહ્યું હતું અને સાબરમતી તરફથી આવતી ખાનગી કંપનીની સ્ટાફ બસ સાથે અથડાયું હતું. બસના ચાલકે બ્રેક મારવા છતાં જ્હોન બસની નીચે આવી ગયા હતા. માથામાં ગંભીર ઈજાઓ થતાં તેઓનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
અકસ્માતના પગલે બ્રિજ પર લોકોનાં ટોળા ભેગાં થઇ ગયાં હતાં અને ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ પોલીસને કરાતા સાબરમતી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







