નર્મદા જિલ્લા પુરવઠા માં ગતરોજ જ એ સી બી ને મોટી સફળતા હાથ લાગી છે ત્યારે હજુ કોણ બાકી …? 

0
50

પુરવઠા ખાતા ના અમુક અધિકારીઓ વતી હપ્તા લઈ તપાસ ના નામે તોડ કરતો વચેટીયો વ્યક્તિ ક્યારે સકંજામાં આવશે…? ખરેખર મુખ્ય સૂત્રધાર ગણાતો આ વચેટીયો જો હાથ આવે તો ઘણા અધિકારીઓનો પર્દાફાશ થાય એવી વાત સંભળાઈ છે

સવારથીજ જિલ્લા ના ઉચ્ચ અધિકારીઓ ની આગતાસ્વાગતા માં અધિકારીઓ ના બંગલે પોહચી જતા આ વચેટિયા પર કોના ચાર હાથ…?!

રાજપીપળા: નર્મદા જિલ્લા પુરવઠા વિભાગમાં થતા તોડ ની વાતો વારંવાર સંભળાઈ છે ત્યારે ગુરુવારેજ ગોડાઉન મેનેજર સહીત ક્લાર્ક સામે લાંચ ની માંગ બાબતે ફરિયાદ બાદ એ સી બી ને મોટી સફળતા હાથ લાગી હતી પરંતુ આતો તળાવ ની નાની માછલીઓ છે કેમ કે ખાસ તો એક વચેટિયા મારફતે અમુક પુરવઠા ના અધિકારીઓ માસિક હપ્તા અને તપાસ ના નામે તોડ ની મોટી રકમ લેતા હોય છે ત્યારે એ અધિકારીઓ ને સકંજામાં લેવા જો પેલો વચેટીયો એ સી બી ને હાથ લાગે તો તળાવ ની મોટી માછલીઓ એ સી બી ના છટકામાં સપડાઈ શકે એમ છે પોતાનેજ જિલ્લા પુરવઠા વિભાગનો ગોડફાધર માનતો આ વચેટીયો ઘણા સમય થી આ વેપલા સાથે સંકળાયેલો હોવા છતાં કેમ હાથ લાગતો નથી…? અધિકારીઓને ખિસ્સા માં લઈ ચાલતા આ વચેટિયા ના માથે કોના આશીર્વાદ કે મેહરબાની છે…?! એ પકડાયા બાદજ ભાંડો ફૂટે એમ લાગે છે પરંતુ એની વિરુદ્ધ એ સી બી માં ફરિયાદ કોણ કરશે અને આ કહેવાતા ગોડફાધર નો ભાંડો ક્યારે ફૂટશે એ કેહવું મુશ્કેલ છે ત્યારે હાલ પુરવઠા ખાતા માં એ સી બી ના સફળ છટકા થી વચેટીયો અને ભ્રષ્ટ અધિકારીઓ માં ફફડાટ જરૂર ફેલાયો છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY