ડાંગ જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી માટે કલેક્ટર ડામોરનું માર્ગદર્શન

0
7

ચૂંટણીની કામગીરીમાં સૌને ચોકસાઈ અને તકેદારી દાખવવા સૂચના
આહવા, તા.૧૫
આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને લગતી ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતવિભાગની તમામ કામગીરી ખૂબ જ ચોક્સાઇ અને તકેદારી સાથે હાથ ધરવાની સૂચના આપતા ડાંગના જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેક્ટર શ્રી એન.કે.ડામોરે જિલ્લાના ચૂંટણી કામગીરી માટે નિયુક્ત કરાયેલા જુદી જુદી સમિતિઓના નોડલ ઓફિસરોને તેમની કામગીરી બાબતે માર્ગદર્શિત કર્યા હતા.
ડાંગ કલેક્ટોરેટ ખાતે યોજાયેલી એક અગત્યની બેઠકને સંબોધતા કલેક્ટર શ્રી ડામોરે ચૂંટણીલક્ષી કામગીરીમાં પરસ્પર સંકલન અને સહયોગ સાથે જિલ્લામાં ગુપ્ત, મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી યોજાઇ તે માટે આદર્શ વ્યવસ્થા ભી કરવાની અપીલ સાથે ખૂબ જ સંવેદનશીલતા સાથે ચૂંટણીની કામગીરી હાથ ધરવા પણ જણાવ્યું હતું.
જિલ્લામાં ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા કર્મચારી/અધિકારીઓની તાલીમ સહિત કર્મચારી/અધિકારીઓની ઉપલબ્ધતા, ઇ.વી.એમ. મેનેજમેન્ટ, આદર્શ આચાર સંહિતાનું પાલન, ચૂંટણીલક્ષી ખર્ચ, કાયદો અને વ્યવસ્થા, સ્વીપ, એમ.સી.એમ.સી., એસ.એમ.એસ. મોનિટરિંગ, સ્થળાંતરીત મતદારો, બેલેટ પેપર, પોસ્ટ બેલેટ સહિત ચૂંટણીલક્ષી સાહિત્ય, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, દિવ્યાંગ અને અશક્ત મતદારો, વેલ્ફેરને લગતી કામગીરી, કોમ્પ્યુટરાઇઝેશન સહિત હેલ્પ લાઇન અને કમ્પ્લેઇન જેવી જુદી જુદી સમિતિઓ દ્વારા હાથ ધરાનારી કામગીરી સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓએ જરૂરી પૃચ્છા સાથે માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું.
ચૂંટણી કામગીરી દરમિયાન પૂર્વ મંજુરી વિના ગેરહાજર રહેનારા અધિકારી/કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સાથે ચૂંટણીલક્ષી બેઠકોમાં નિયત કરાયેલા અધિકારી/કર્મચારીઓ, નોડલ ઓફિસરો વિગેરેને તેમના પ્રતિનિધિ નહીં મોકલતા સ્વયં ઉપસ્થિત રહેવાની સૂચના પણ કલેક્ટર શ્રી એન.કે.ડામોરે આપી હતી. નોડલ ઓફિસરોની બેઠક બાદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન.કે.ડામોરે જિલ્લાના સેક્ટર/ઝોનલ ઓફિસરોને પણ તેમની કામગીરી બાબતે માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયા સહિત નિવાસી અધિક કલેક્ટર શ્રી ટી.કે.ડામોર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી શિવાજી તબિયાર, પ્રાંત અધિકારી કાજલ ગામીત, ચૂંટણી મામલતદાર શ્રી ભરત સક્સેના સહિત જુદી જુદી સમિતિના નોડલ ઓફિસરો વિગેરેએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY