મુઝફ્ફરપુર દુષ્કર્મ કેસ : ૩૪ છોકરીઓને નરાધમોએ પીંખી નાંખી હતી

0
14

પટના,તા.૨૮
બિહારના મુઝફ્ફરપુરના એક શેલ્ટર હોમ (બાલિકા ગૃહ)ની છોકરીઓની દર્દભરી દાસ્તાન સાંભળીને તમારા રૂંવાડા પણ અદ્ધર થઇ જશે. અત્યાર સુધી અંદાજે ૨૯ છોકરીઓ પર દુષ્કર્મની વાત કહેવાતી હતી પરંતુ હવે ૩૪ છોકરીઓની સાથે હેવાનિયતની પુષ્ટિ થઇ છે. આ છોકરીઓ છેલ્લાં કેટલાંય મહિનાથી દરિંદગીનો શિકાર બની રહી હતી. દરિંદગીનો શિકાર બનેલ છોકરીઓમાં તો કેટલીક તો ૭થી ૧૩ વર્ષની છે. પોલીસે અત્યાર સુધી આ કેસમાં ૧૧ આરોપીઓમાંથી ૧૦ની ધરપકડ કરી લીધી છે.
મુઝફ્ફરપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક હરપ્રીત કૌરે શનિવારે કહ્યું કે શેલ્ટર હોમની ૨૯ નહીં પરંતુ ૩૪ છોકરીઓની સાથે દુષ્કર્મ કરાયું છે. ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે અંદાજે ૪૨ છોકરીઓના મેડિકલ પરીક્ષણ કરાયા હતા, તેમાં ૨૯ની સાથે દુષ્કર્મની પુષ્ટિ થઇ હતી. તાજા મેડિકલ રિપોર્ટમાં કુલ ૩૪ છોકરીઓની સાથે દુષ્કર્મની પુષ્ટિ થઇ છે. ઉલ્લેખનીય છે કે બિહાર સરકારે આ કેસમાંએક મંત્રિના પતિનું નામ સામે આવતા અને વિપક્ષે દબાણ કરતાં આખો કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો છે.
શેલ્ટર હોમમાં છોકરીઓની દરિંદગીનો ખુલાસો મુંબઇ સ્થિત ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ સોશિયલ સાયન્સના રિપોર્ટ દ્વારા કરાયો હતો. આ રિપોર્ટ તમામ છોકરીઓ સાથે વાતચીતના આધાર પર તૈયાર કરાયો હતો, જેમાં તેમણે પોતાની ખોફનાક દાસ્તાન દર્શાવી છે.
પોલીસ પૂપછપરચ્છમાં છોકરીઓએ કહ્યું હતું કે શેલ્ટર હોમમાં જ્યારે તેઓ વિરોધ રતાં હતા તો તેમને ઢોર માર મારી ધમકાવામાં આવતા હતા. કેટલીક છોકરીઓએ એમ પણ દાવો કર્યો કે એક સગીર છોકરીએ વિરોધ કર્યો તો તેને એટલો માર માર્યો કે તે મરી ગયો. તેમણે કહ્યું કે છોકરીની હત્યા કરી તેના મૃતદેહને શેલ્ટર હોમ પરિસરમાં જ દફનાવી દીધું. જા કે પોલીસે મંગળવારના રોજ પરિસરમાં ખોદકામ પણ કર્યું પરંતુ તેમને કોઇ મૃતદેહ મળ્યો નથી.
બિહારના મુઝફ્ફરપુરમાં થયેલ શેલ્ટર હોમની પીડિત બાળકીઓએ પોતાની દર્દભરી દાસ્તાન સંભળાવી છે. તેમણે ન્યાયિક મેજીસ્ટ્રેટના સામે પોતાની આપવીતી સંભળાવી છે. એક ૧૦ વર્ષની છોકરીએ કહ્યું કે જેવો સૂરજ ડૂબતો હતો, છોકરીઓ ડરેલી રહેવા લાગતી હતી. એ રાતો આતંકથી ભરેલી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY