રાજકોટ,
તા.૧૫/૪/૨૦૧૮
શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતું પ્રેમીયુગલ શનિવારે બપોરે આજી ડેમે નહાવા ગયા બાદ બંને ડૂબી જતાં ચકચાર મચી ગઇ હતી. ફાયરબ્રિગેડના મરજીવાઓએ યુવતીની લાશ બહાર કાઢી હતી, જ્યારે યુવકની આજે ૧૫ કલાકની જહેમત બાદ યુવકની પણ લાશ મળી આવી હતી.
આજી ડેમમાં માંડાડુંગર તરફ પાણીમાં લાશ તરી રહ્યાની કોઇ જાગૃત નાગરિકે જાણ કરતાં આજી ડેમ પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. ફાયરબ્રિગેડના મરજીવાઓ પણ પહોંચ્યા હતા અને પાણીમાંથી યુવતીની લાશ બહાર કાઢી હતી. મૃતક યુવતી રાજમોતી પાસેના મયૂરનગરમાં રહેતી છાંયા વલ્લભભાઇ ચૌહાણ (ઉ.વ.૧૮) હોવાનું ખૂલતાં તેના પરિવારજનો ડેમે પહોંચ્યા હતા અને યુવતીની સાથે સાગર નામનો યુવક પણ હોવાનું કહેતા ફાયરબ્રિગેડના સ્ટાફે સાગરની શોધખોળ પાણીમાં શરૂ કરી હતી. જા કે, ૧૫ કલાકની જહેમત બાદ યુવકની લાશ મળી આવી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતુ કે, મયૂરનગરમાં રહેતી છાંયા ચૌહાણ ચાર બહેનમાં બીજા નંબરની હતી અને તે તેની માતા સાથે કેટરિંગમાં કામ કરતી હતી. કાજલને છેલ્લા બે વર્ષથી ચુનારાવાડમાં રહેતા સાગર નરશીભાઇ બારૈયા (ઉ.વ.૨૦) સાથે પ્રેમસંબંધ હતો અને બંનેના પ્રેમની પરિવારજનોને જાણ હતી. પ્રેમીયુગલ એકબીજાના ઘરે જતું હતું અને ફરવા પણ જતાં હતા. શનિવારે બપોરે કાજલ અને તેનો પ્રેમી સાગર આજી ડેમે નહાવા ગયા હતા અને ધોમધખતાં તાપમાં ડેમના પાણીની મોજ માણતી વખતે બંને અચાનક જ ડૂબી ગયા હતા. કાજલની માતાએ પણ પ્રેમલગ્ન કર્યા હતા અને કાજલના પિતાએ દશ વર્ષ પૂર્વે આપઘાત કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






