આલિયા ભટ્ટ યુવા પેઢીમાં સૌથી લોકપ્રિય સ્ટાર બની

0
118

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઇ,
બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી તરીકે ઉભરી રહેલી આલિયા ભટ્ટ યુવા પેઢીમાં સૌથી લોકપ્રિય સ્ટાર તરીકે બની રહી છે. તેની પાસે મોટી સંખ્યામાં ફિલ્મો ઉપરાંત અનેક જાહેરાતમાં પણ કામ કરી રહી છે. તે હાલમાં ચાર ફિલ્મો હાથમાં ધરાવે છે. જેમાં શાહરૂખખાનની જીરો ફિલ્મનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુલ્લી બોય ફિલ્મમાં તે કામ કરી રહી છે. જે ફિલ્મ ૧૪મી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ઉપરાંત કલંક નામની ફિલ્મમાં તે કામ કરી રહી છે. જેમાં તેની સાથે માધુરકી દિક્ષિત પણ કામ કરી રહી છે. હાલમાં રણબીર કપુર સાથે ડેટિંગ કરી રહેલી આલિયા ભટ્ટ તમામ નવી ફિલ્મોને લઇને આશાવાદી છે. તેની પાસે અન્ય ઓફર પણ આવી રહી છે. તેનાથી પ્રભાવિત રહેલી યુવા અભિનેત્રીઓમાં અક્સરાનો પણ સમાવેશ થાય છે. અભિનેત્રી અક્સરા હસન માને છે કે તેની સામે સૌથી મોટી સ્પર્ધક તરીકે આલિયા ભટ્ટ છે. તેનુ કહેવુ છે કે એક અભિનેત્રી તરીકે આલિયા ભટ્ટથી તે પ્રભાવિત પણ છે. સાથે સાથે તેને તે પડકારરૂપ પણ ગણે છે. અકસરાએ કહ્યુ છે કે સ્ટુડન્ટ ઓફ ધ યર નામની આલિયાની પ્રથમ ફિલ્મથી જ તે તેને ઓળખે છે. એક અભિનેત્રી તરીકે તે જે રીતે આગેકુચ કરી રહી છે તેના કારણે તે ખુબ ખુશ છે. સાથે સાથે ઓન સ્ક્રીન તે ખુબ ખુબસુરત પણ દેખાય છે.તે જન્મજાત અભિનેત્રી તરીકે છે. વિતેલા વર્ષોના સુપરસ્ટાર અભિનેતા કમલ હાસનની અને સારિકાની પુત્રી ૨૫ વર્ષીય અક્સરા હસને શમિતાભ નામની ફિલ્મ સાથે બોલિવુડ કેરિયરની શરૂઆત કરી હતી. આશાસ્પદ અભિનેત્રી આલિયા ભટ્ટ બોલિવુડમાં નવા કલાકારો સાથે કામ કરી રહી છે. જેમાં વરૂણ ધવન, સિદ્ધાર્થ મલહોત્રા અને અન્ય અબિનેત્રીમાં સમાવેશ થાય છે. આલિયા ભટ્ટ જાહેરાતોની દુનિયામાં પણ જારદાર રીતે કામ કરી રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY