મુંબઈ,તા.૧૯
બોલીવૂડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન હાલમાં ‘ઠગ્સ ઓફ હિંદુસ્તાન’ની તૈયારીઓમાં વ્યસ્ત છે. હાલમાં મળેલી ગરમાગરમ ખબરને અનુસાર આમિર એક સુપરહિટ હોલીવૂડ ફિલ્મની રિમેકમાં પણ કામ કરવા જઇ રહ્યો છે. આ અંગે વધુ માહિતી છતી કરવામાં આવી નથી. આ ઉપરાંત તે કરણ જોહરના નિર્માણ હેઠળ બની રહેલી ફિલ્મ ‘ઓશો’માં આમિર રજનિશ ઓશોનું પાત્ર ભજવતો જોવા મળશે.
આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચ્યા બાદ આમિરને તેનું પાત્ર ખૂબ જ પસંદ આવ્યું હોવાથી તેણે તરત જ હામી ભરી હતી. ગુલશન કુમારના જીવન પર બની રહેલી ફિલ્મના સહ-નિર્માતા તરીકે આમિર જોડાયેલો છે અને હવે હોલીવૂડની રિમેકમાં પણ કામ કરવાની તક તેને મળી છે. એક સાથે આટલા બધા પ્રોજેક્ટને આમિર સંભાળી રહ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




