હિમેશ રેશમિયા આગામી ફિલ્મમાં જુડવા દેખાશે

0
9


મુંબઈ,તા.૧૯
સીક્વલ, રિમેક અને બાયોપિકભર્યા આ બોલીવૂડમાં હવે ડબલ રોલનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. બોલીવૂડનો વર્સટાઇલ કલાકાર હિમેશ રેશમિયા પણ સલમાન અને વરુણ ધવનના પગલે ચાલવા તૈયાર થયો છે. જી હા, હવે હિમેશ પણ સિલ્વર સ્ક્રીન પર મનોરંજનનો ડબલ ડોઝ આપતો જોવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મ માટે હિમેશ સિવાય બાકીના કલાકારોની ખોજ ચાલુ છે.
જેમ જ ફિલ્મનું નામ પણ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. ટૂંક સમયમાં તે આ ફિલ્મની શૂટિંગને શરૂ કરશે એવા વાવડ હાલમાં મળ્યાં હતાં. મોટા પડદે ડબલ રોલ કરતા હિમેશને જોવા તેના ચાહકો અને મિત્રો ખૂબ જ ઉત્સાહિત છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY