આમોદ નગર પાલિકા વોર્ડ નંબર ચાર ના કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારીપરત ખેંચતા નગર મા રાજકીય ગરમાવો ફેલાયો

0
24

આમોદ નગર પાલિકા ની વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર ચાર ની પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે વોર્ડ નંબર ચાર ના કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર વસાવા ધિરજ ભાઇ ગરબડ ભાઇ એ પોતાનુ ઉમેદવારીપત્ર પરત ખેંચી લેતા આમોદ નગર પાલિકાની પેટા ચૂંટણીમાં રાજકીય ગરમાવો ફેલાઈ જવા પામ્યો છે
પ્રાપ્ત થતી માહિતી મુજબ હવે આમોદ નગર પાલિકા ની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર બે મા કોગ્રેસ ના ઉમેદવાર શુશીલા બેન મહેશ ભાઇ પટેલ તથા ભાજપ ના ઉમેદવાર ગીરીશ ભાઇ રણછોડ ભાઈ પટેલ વચ્ચે ચુંટણી જંગ ખેલાશે જયારે વોર્ડ નંબર ચાર ના કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા હવે વોર્ડ નંબર ચાર ના અપક્ષ ના ઉમેદવાર અક્ષર ભાઈ પટેલ તથા ભાજપ ના ઉમેદવાર કમલેશભાઈ સોલંકી વચ્ચે સીધો ચુંટણી જંગ ખેલાશે
જયારે બીજી તરફ અેવી ચર્ચા એ પણ જોર પકડ્યું છે કે કોંગ્રેસ પાર્ટી એ વોર્ડ નંબર ચાર મા ચુંટણી પહેલા જ હાર સ્વીકારી લીધી હોય તેવી અનેક ચર્ચાઓ એ પંથકમાં ભારે જોર પકડ્યું છે

આમોદ
મહમદખાન
8000870760

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY