રૂપિયો હજુ વધુ ગગડીને પ્રતિ ડોલર ૬૭ની સપાટીએ પહોંચશે

0
13

ન્યુ દિલ્હી,તા.૨૪
ગ્લોબલ ટેન્શન, ટ્રેડ વોર અને ડોલર ઇન્ડેક્સની મજબૂતીના કારણે ભારતીય રૂપિયો સતત નબળો દેખાવ કરી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં રૂપિયો ત્રણ ટકા ગગડીને ત્રણ મહિનાની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે.
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે બોન્ડ યીલ્ડમાં વધારો, ક્રૂડના વધતા જતા ભાવ અને એફઆઇઆઇ દ્વારા સતત વેચવાલીની અસર હજુ પણ રૂપિયા પર જાવા મળશે. આ સંજાગોમાં એક મહિનામાં પ્રતિ ડોલર ૬૭ની સપાટીએ રૂપિયો પહોંચી શકે છે. કેડિયા કોમોડિટીઝના પ્રેસિડેન્ટ અજય કેડિયાએ જણાવ્યું હતું કે ભારતનું બોન્ડ યીલ્ડ બે મહિનાની અધિક સપાટીએ છે.
રૂપિયા અને બોન્ડ યીલ્ડનું ડાયરેક્શન ઓપોઝિટ રહેતું હોય છે. અમેરિકામાં નીતિવિષયક બદલાવથી ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી જાવા મળી રહી છે અને તેણે ૯૦ની સપાટી ક્રોસ કરી લીધી છે. તેની અસર રૂપિયા પર જાવા મળી રહી છે. ઇન્ડિયન સ્ટોક માર્કેટનું સેન્ટિમેન્ટ નબળું છે અને એફઆઇઆઇમાં સતત વેચવાલી જાવા મળી રહી છે, જેના કારણે રૂપિયો હજુ વધુ ગગડી શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY