મેડિકલમાં 20,757 વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ જાહેર

0
142

4629 વિદ્યાર્થી બાકાત, આ વર્ષે 25386 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ

મેરિટ લિસ્ટમાં પ્રથમ ક્રમે ગુજરાત બોર્ડનો વિદ્યાર્થી હોવા સાથે મેરિટમાં ટોપ પર ગુજરાત

મેડિકલ,ડેન્ટલ અને આયુર્વેદિક-હોમિયોપેથી-નેચરોપેથી સહિત પાંચ કોર્સમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા બાદ મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા આજે મેરિટ લિસ્ટ જાહેર કરાયુ છે.જેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ મેરિટમં ૨૦૭૫૭ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.આ વર્ષે ૨૫૪૮૬ વિદ્યાર્થીએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ જેમાંથી વિવિધ કારણોસર ૪૬૨૯ વિદ્યાર્થી બાકાત રહ્યા છે.

મેડિકલ,ડેન્ટલ અને પેરામેડિકલની ત્રણ બ્રાંચ (આયુર્વેદિક,હોમિયોપેથી અને નેચરોપેથી)માં નીટના પરિણામના આધારે પ્રવેશ અપાય છે.આ વર્ષે નીટમાં ગુજરાતમાંથી ૩૨૬૨૫ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈ થયા છે.જેમાંથી આ પાંચ બ્રાંચમા પ્રવેશ માટેના ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં ૨૫૩૮૬ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું. રજિસ્ટ્રેશન બાદ આજે પ્રવેશ સમિતિ દ્વારા મેરિટ લિસ્ટ જાહેર કરાયુ છે.

જેમાં ૨૦૭૫૭ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.રજિસ્ટ્રેશન બાદ ૨૩૬૫૫ વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યુ હતુ જ્યારે ૧૭૩૧ વિદ્યાર્થીએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન જ ન કરાવતા મેરિટમાંથી બાકાત કરાયા છે. આ ઉપરાંત નીટના લઘુત્તમ માર્કસ ન હોવા સાથે લાયકાત વગરના તથા ડોમિસાઈલ સર્ટી વગરના અને અન્ય કારણોસર બાકાત કરાયેલા ૨૮૯૮ વિદ્યાર્થીઓ છે કે જેઓનો મેરિટમાં સમાવેશ થયો નથી.આમ મેરિટમાં ૪૬૨૯ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો નથી.

મેરિટ લિસ્ટમાં પ્રથમ ક્રમે આ વર્ષે પણ ગુજરાત બોર્ડનો વિદ્યાર્થી છે.પ્રથમ ક્રમે સુરતનો વિદ્યાર્થી સાહિલ શાહ છે.જે ગુજરાત બોર્ડનો છે અને તેનો નીટમાં ઓલ ઈન્ડિયા રેન્ક ૧૫ છે.જ્યારે પ્રવેશ સમિતિના મેરિટ મુજબ ૧૦૦ પર્સેન્ટાઈલ છે. મેરિટ લિસ્ટમાં ટોપ પર મોટા ભાગના  ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ છે.

કેટેગરી પ્રમાણે મેરિટ લિસ્ટમાં એસઈબીસીના ૭૨૯૨, એસસી કેટેગરીના ૧૭૫૬, એસટી કેટેગરીના ૧૪૪૦ અને જનરલ કેટેગરીના ૧૦૨૬૦ વિદ્યાર્થીઓ છે.પ્રવેશ સમિતિ દ્વારા એક કોમન મેરિટ ઉપરાંત જનરલ કેટેગરીનું, એસઈબીસીનું ,તથા એસસી અને એસટી કેટેગરીનું મેરિટ લિસ્ટ પણ અલગથી તૈયાર કરી જાહેર કરાયુ છે આ ઉપરાંત એનઆરઆઈ કેટેગરીમાં પ્રવેશ લેવા માગંતા વિદ્યાર્થીઓનું પણ અલગથી મેરિટ લિસ્ટ જાહેર કરાયુ છે.આ વર્ષે ગત વર્ષની સરખામણીએ મેરિટ લિસ્ટમાં વિદ્યાર્થીઓ ઓછા છે.

99થી100 પર્સેન્ટાઈલ સાથે મેરિટમાં ટોપ પર હોવા છતાં ટોપર્સ ગુજરાતની બેઠકો પર પ્રવેશ નહી લે
આ વર્ષે મેરિટમાં વિદ્યાર્થીઓ ઘટવા સાથે ઓલ ઈન્ડિયા ક્વોટામાં વધુ વિદ્યાર્થી જતા ધસારો ઓછો

મેડિકલના જાહેર કરાયેલા મેરિટ લિસ્ટમાં ૯૯.૯૯થી ૧૦૦ પર્સેન્ટાઈલ સાથે ટોપ પર રહેલા ગુજરાતના ટોપર્સ ગુજરાતની સ્ટેટ ક્વોટાની બેઠક પર પ્રવેશ લેવા નથી માંગતા અને મોટા ભાગના વિદ્યાર્થી સ્ટેટ ક્વોટાની બેઠકો છોડીને ઓલ ઈન્ડિયા ક્વોટાની અથવા એઈમ્સ સહિતની નેશનલ ઈન્સ્ટિટયુટસમાં પ્રવેશ લેશે.

આ મેરિટ લિસ્ટમાં જે વિદ્યાર્થીઓ ૯૯.૯૯થી ૧૦૦ પર્સેન્ટાઈલ સાથે ટોપ પર છે તેઓ ગુજરાતની સરકારી મેડિકલ કોલેજોમાં બેઠકો મળતી હોવા છતાં પણ આ સ્ટેટ ક્વોટાની બેઠકોમાં પ્રવેશ નથી લેવા માંગતા. મોટા ભાગના ટોપર્સ ઓલ ઈન્ડિયા ક્વોટાની બેઠકોમાંથી ગુજરાતની કોલેજો અથવા ગુજરાત બહારની અન્ય કોલેજોમાં તથા દિલ્હીની એઈમ્સ સહિતની દિલ્હીની અન્ય કોલેજોમાં પ્રવેશ લેવા માંગે છે.

મેરિટ લિસ્ટમાં પ્રથમ ક્રમે આવનાર ગુજરાત બોર્ડના વિદ્યાર્થી સાહિલ શાહે જણાવ્યુ હતું કે તે દિલ્હીની મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં ઓલ ઈન્ડિયા ક્વોટામા પ્રવેશ લેશે.

જ્યારે બીજા ક્રમે આવનાર ગુજરાત બોર્ડનો વિદ્યાર્થી શ્લોક પટેલ અને ત્રીજા ક્રમે આવનાર ગુજરાત બોર્ડનો વિદ્યાર્થી મોહંમદ અનસ કહે છે કે તે ઓલ ઈન્ડિયા ક્વોટામાંથી અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં પ્રવેશ લેશે. આમ ગુજરાતના અન્ય વિદ્યાર્થીઓ અને મેરિટમાં અન્ય નીચા ક્રમે રહેલા વિદ્યાર્થીઓને સ્ટેટ ક્વોટામાં ગુજરાતની સરકારી કોલોજોમાં પ્રવેશનો લાભ મળશે.

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY