ભુજ: ભુજના એસટી ડેપોમાં 8 બોમ્બ ફીટ કરાયેલાં છે અને તેને ઉડાવી દેવાશે તેવી આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન ISIS ના નામની ધમકી આપતો પત્ર ભુજ એસટી ડેપો મેનેજરને મળતાં ભારે ચકચાર મચી ગઈ છે.ભુજ એસટી ડેપો મેનેજર નીમીષાબેન ઠક્કરે જણાવ્યું કે, આજે સવારે ટપાલ મારફતે બંધ કવરમાં આ પત્ર મને મળ્યો હતો. જેમાં હિંદી ભાષામાં લખાયેલું છે કે બસ સ્ટેન્ડમાં ISIS 8 બોમ્બ ફીટ કરાયેલાં છે અને તેને ઉડાવી દેવાશે.પત્રમાં મોકલનાર તરીકે ભચાઉના હેલ્થ ઑફિસર સિંઘલ એવું નામ લખેલું છે. પત્રને ગંભીરતાથી લઈ ડેપો મેનેજરે પોલીસને તુરંત જાણ કરી છે. લેટરબોમ્બની બાબતને ગંભીરતાથી લઈ એસઓજી સહિતનો પોલીસ કાફલો બસ સ્ટેન્ડમાં તપાસ અર્થે રવાના થયો છે.
રિપોર્ટર ગૌતમ બુવહિયા ભુજ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






