ગુજરાત વિધાનસભામાં પ્રજાના પ્રતિનિધિઓએ શરમજનક વ્યવહાર કરતા હોબાળો મચી ગયો હતો. ગુજરાત વિધાનસભામાં છૂટ્ટા હાથની મારામારી ઘટના બની હતી. કોંગ્રેસ પાર્ટીને પ્રશ્ન ન પૂછવા દેવામાં આવતા છૂટ્ટા હાથની મારામારીના દૃશ્યો સર્જાયા હતા. ગૃહ મુલતવી રખાયા બાદ સાવરકુંડલા અને નિકોલના ધારાસભ્યો વચ્ચે મારામારી થઈ હતી, જેને કારણે કોંગ્રેસના વિક્રમ માડમ, અમરીશ ડેર, પ્રતાપ દૂધાતને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. પ્રતાપ દૂધાતે જગદીશ પંચાલને બેલ્ટ માર્યો હતો. આ અંગે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ટ્વીટ કરી હતી કે, વિધાનસભા સદનથી કોંગ્રેસના 3 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાનું ફક્ત એક જ કારણ હોય શકે છે અને તે છે રાજ્યસભાની ચૂંટણી!!!
ઉલ્લેખનીય છે કે, વિધાનસભામાં બનેલી મારામારીની શરમજનક ઘટના બાદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કડક કાર્યવાહી કરતા કોંગ્રેસના બે ધારાસભ્ય પ્રતાપ દૂધાત અને અમરીશ ડેરને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. આ સિવાય તેમણે બળદેવ ઠાકોરને પણ 1 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. પરંતુ આજે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે અસહકાર આંદોલનનો આજે વિધાનસભામાં સહારો લીધો હતો, જેમાં સત્ર દરમિયાન તમામ કોંગ્રેસના ધારાસભ્યો પોતાની જગ્યા પર ચૂપચાપ બેઠા હતા. તેઓ એક પણ શબ્દ નહોતા બોલ્યા. આનંદ ચૌધરીનો પ્રશ્ન ચર્ચામાં આવ્યો તેમ છતા તેઓ ઉભા થયા નહોતા.
ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના બે ધારાસભ્યો પર કડક કાર્યવાહી કરવાની દરખાસ્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 3-4 ધારાસભ્યોને કારણે વિધાનસભા ગૃહ બદનામ થયું છે. દાખલારૂપ પગલા લેવાવા જોઈએ. પ્રતાપ દૂધાત અને અમરીશ ડેરને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવવા જોઈએ અને બળદેવ ઠાકોરને પણ 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત નીતિન પટેલ દ્વારા કરવામાં આવી હતી અને નીતિન પટેલની આ દરખાસ્તને પ્રદિપસિંહ જાડેજા સહિત અન્ય ઘણાં BJPના નેતાઓએ પણ સમર્થન આપ્યું હતું.
ગુજરાત વિધાનસભામાં બનેલી ઘટના અંગે હાર્દિકે બુધવારના રોજ ટ્વીટ પણ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
હાર્દિકે લખ્યું કે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો સાથે મારામારીની ઘટનાથી એવું લાગે છે લોકશાહીનું ચીરહરણ થઈ ગયું છે. હવે નિર્દોષ લોકો પર થશે લાઠીચાર્જ અને ગોળીબાર કરવામાં આવ્યો તો શું ત્યારે લોકશાહીનું ચીરહરણ થયું ન હતું.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"