રાજકોટમાં ૬ લાખનાં બદલામાં વ્યાજખોરોએ ૮૦ લાખની જમીન લખાવી લેતા લોકોમાં ભારે રોષ

0
356

રાજકોટ,
તા.૨૧/૦૨/૨૦૧૮

શહેરમાં માથાભારે અને ગુંડાઓ જેવા વ્યાજખોરો સામે અત્યાર સુધી ભયને કારણે ચૂપ રહેતા ભોગ બનનાર લોકો હવે હિંમત કરી સામે આવવા લાગ્યા છે. આજે શહેરમાં પોલીસે બીજી વખત યોજેલા બે લોકદરબારમાં ૨૭ ભોગ બનનારાઓએ વ્યાજખોરો વિરુધ્ધ રજૂઆત કરી હતી. જેની સમીક્ષા કર્યા બાદ ટૂંક સયમાં પોલીસ ગુના દાખલ કરશે. આ પહેલા ગઈ તા.૩નાં રોજ બે લોક દરબાર પોલીસે યોજયા હતા. તમામ પોલીસ મથકોને આવરી લેતા આ બંને લોક દરબારમાં કુલ ૪૧ અરજીઓ મળી હતી. જેનાં આધારે પોલીસે ૨૨ ગુના દાખલ કર્યા હતાં. આ બંને લોક દરબારની ફળશ્રુતિ જાઈ પોલીસે વધુ બે લોક દરબાર યોજયા હતાં.

ઝોન-૧ હેઠળ કુવાડવા રોડ ખાતે અને ઝોન-૨ હેઠળ રૈયા રોડ પર સાંજે આ બંને લોક દરબાર યોજાયા હતાં. પોલીસે જણાવ્યું કે આ તમામ અરજીની સમીક્ષા કરી તેમાંથી જે અરજીમાં ગુના નોંધવાનાં થતા હશે તેમાં ગુના દાખલ કરાશે. અગાઉનાં બે લોક દરબારની તુલનામાં ૪૧ અરજી સામે બીજા લોક દરબારમાં ૨૭ અરજીઓ પોલીસને મળી હતી. જેના પરથી પોલીસે એવું તારણ કાઢયું છે કે, લોક દરબારની જાહેરાતને કારણે કદાચ અગાઉ જ વ્યાજખોરોએ ભોગ બનનારાઓ સાથે સમાધાન કરી લીધું હોય તેવું પણ બની શકે છે. આ બંને લોકદરબારમાં જે રીતે ભોગ બનનારાઓ હવે ખુલ્લીને ભય વગર આગળ આવી વ્યાજખોરો વિરુધ્ધ રજૂઆત કરવા આવ્યા હતા તેનાંથી પોલીસને સંતોષ થયો છે. પોલીસે હજુ પણ વધુને વધુ ભોગ બનનારાઓને ફરિયાદ કરવા આગળ આવવા અનુરોધ કર્યો છે. અગાઉ જે બે લોક દરબાર યોજાયા હતા તેનાં પછી ઘણાં વ્યાજખોરોનાં પગ તળે રેલો આવતાં લગભગ નવથી વધુ કેસમાં વ્યાજખોરોએ સમાધાન કરી લીધું હતું.

બુધવારે પૂર્વ વિભાગમાં યોજાયેલા લોક દરબારમાં એક રજૂઆત પોલીસ સમક્ષ થઈ હતી. જેનાંથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અરજદારે પોલીસને કહ્યું કે તેણે ૬ લાખ વ્યાજે લીધા હતાં. બદલામાં વ્યાજખોરોએ લોધીકામાં આવેલી તેની ૮૦ લાખની જમીન લખાવી લીધી હતી. જેની તપાસ ક્રાઈમ બ્રાંચને તત્કાળ સોંપવામાં આવી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY