ન્યુ દિલ્હી,
તા.૧૪/૫/૨૦૧૮
મોદી સરકારની બેવડી નીતિ,ચૂંટણી પૂર્ણ થતાં જ પ્રજા પર મોંઘવારીનો ડોઝ નાંખ્યો
કર્ણાટક ઈલેક્શન પૂરું થયા ના ફક્ત બે દિવસ પછી સોમવારે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફરી એકવાર જારદાર ઉછાળો જાવા મળ્યો છે. કિંમતમાં આ બદલાવ લગભગ ૨૦ દિવસ પછી જાવા મળ્યો છે. ૨૪ એપ્રિલ પછી ૧૭ પૈસાના વધારા સાથે પેટ્રોલની કિંમત વધીને ૭૪.૮૦ રૂપિયા પ્રતિ લીટર થઇ ચુકી છે. જયારે ૨૧ પૈસાના વધારા સાથે ડીઝલની કિંમત ૬૬.૧૪ રૂપિયા પ્રતિ લીટર થઇ ચુકી છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઇ સહીત સોમવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો જાવા મળ્યો છે.
ઓઇલ કંપનીઓને આયાત પડતર મોંઘી પડતી હોવા છતાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પગલે સરકારી ઓઇલ કંપનીઓએ ભાવવધારો કરવાનું ટાળ્યું હતું, જાકે ત્રણ સપ્તાહના સમયગાળા બાદ ફરી એક વખત આવતી કાલે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ પૂર્વે જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંક્યો છે.
ઓઇલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં પ્રતિલિટર ૧૭ પૈસાનો વધારો કરતા ભાવ વધીને રૂ. ૭૩.૯૪ની સપાટીએ પહોંચી ગયેલા જાવા મળ્યા છે, જ્યારે ડીઝલના ભાવમાં ૫૫ પૈસાનો વધારો કરતા ૭૧ની સપાટીની નજીક પ્રતિલિટર રૂ. ૭૦.૯૦ પર પહોંચી ગયેલા જાવા મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં આગઝરતી તેજી જાવા મળી છે. બ્રેન્ટ ક્રૂડ ૭૬.૭૩ ડોલર પ્રતિબેરલ, જ્યારે નાયમેક્સ ક્રૂડ ૭૦.૪૭ ડોલર પ્રતિબેરલની સપાટીએ પહોંચી ગયેલું જાવા મળ્યું છે.
અમેરિકાએ ઇરાન સાથે પરમાણું સંધિ રદ કરતાં તથા આર્થિક પ્રતિબંધો લાદતાં ક્રૂડના ભાવમાં જારદાર ઉછાળો જાવા મળ્યો હતો. ૨૪ એપ્રિલ બાદ ક્રૂડની કિંમતમાં ચાર ડોલર પ્રતિબેરલ કરતાં પણ વધુનો ભાવવધારો જાવાઇ ચૂક્યો છે.
સરકારી ઓઈલ કંપનીઓને ક્રૂડની ઊંચી કિંમત તથા ડોલર સામે રૂપિયાની નરમાઇના પગલે કરોડો રૂપિયાનું રોજનું આર્થિક નુકસાન ઉઠાવવું પડે છે અને તેથી અપેક્ષા મુજબ ભાવવધારો નિશ્ચિત હતો.
સરકારી ઓઇલ કંપનીઓએ ફરી એક વખત પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો ઝિંક્્યો છે. આ અંગે પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના અગ્રણી અરવિંદભાઇ ઠક્કરના જણાવ્યા પ્રમાણે પેટ્રોલના ભાવમાં આજે ૧૭ પૈસાનો વધારો ઝીંકાયો છે, જે વધીને રૂ. ૭૩.૯૪ની સપાટીએ ભાવ પહોંચી ગયો છે.
આવું પહેલીવાર નથી થયું જયારે તેલની કિંમતને લઈને આવું વલણ જાવા મળ્યું હોય. વર્ષ ૨૦૧૭ ગુજરાત ઈલેક્શન દરમિયાન તેલ કંપનીઓ દ્વારા લગભગ ૧૫ દિવસ સુધી સતત ૧-૩ પૈસાની કાપણી કરી હતી. ગુજરાત માં ૧૪ ડિસેમ્બર ૨૦૧૭ દરમિયાન ઈલેક્શન થયા હતા. ત્યાં પણ વોટિંગ પછી તેલ કંપનીઓ દ્વારા કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો.
પેટ્રોલના ભાવમાં ભડકો
શહેર ભાવ
દિલ્હી ૭૪.૮૦ રૂપિયા
મુંબઇ ૮૨.૬૫ રૂપિયા
ચેન્નઇ ૭૭.૬૧ રૂપિયા
કલકત્તા ૭૭.૫૦ રૂપિયા
અમદાવાદ ૭૩.૯૨ રૂપિયા
પેટ્રોલમાં ૧૭ પૈસાનો તો ડિઝલમાં ૨૧ પૈસાનો વધારો કરાયો,કર્ણાટક ચૂંટણી હોવાથી આ બદલાવ લગભગ ૨૦ દિવસ પછી જાવા મળ્યા
મુંબઇમાં સૌથી વધારે પેટ્રોલનો ભાવ ૮૨.૫૬ રૂપિયા પહોંચ્યો
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





