પશ્ચિમી કેન્યામાં બસ અકસ્માતમાં ૪૦થી વધુના મોત

0
8

નૈરોબી,તા.૧૦
પશ્ચિમી કેન્યામાં બુધવારે એક બસ અકસ્માતમાં ૪૦થી વધુ લોકોના મોત થયા છે. રિફ્ટ વેલીના ક્ષેત્રિય પરિવહન અધિકારી જીરો એરોમે જણાવ્યું કે, મને સમાચાર મળ્યા છે કે ૪૦થી વધુ લોકોનું ઘટનાસ્થળે મૃત્યુ થયું છે, પરંતુ મૃત્યુઆંક વધે તેવી સંભાવના છે કારણ કે બસની છત તૂટી ગઇ છે.’
પશ્ચિમ કેરિચો કાઉન્ટીમાં ઘટનાસ્થળ પર હાજર એક અન્ય ટ્રાફિક પોલીસ અધિકારીએ મૃતકોની સંખ્યા ૪૨ જણાવી છે. તેમણે જણાવ્યું કે ૪૨ લોકોના મોત થયા છે, પરંતુ અમે હજુ પણ ઘટનાસ્થળ પર હાજર છીએ. પોલીસના જણાવ્યા મુજબ બસ નૈરોબીથી પશ્ચિમ શહેર કાકામેગા તરફ જઇ રહી હતી અને તેમાં ૫૨ મુસાફરો હતા.
કેન્યાના રેડ ક્રોસે ટ્વિટર પર લખ્યું કે બસ પલટી ખાઇ ગઇ હતી. જાકે અકસ્માતનું કારણ હજુ જાણવા મળ્યું નથી. સત્તાવાર આંકડા અનુસાર કેન્યામાં રોડ અકસ્માતમાં દર વર્ષે આશરે ૩,૦૦૦ લોકો મૃત્યુ પામે છે, પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ અનુસાર આ સંખ્યા ૧૨,૦૦૦ સુધીની છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY