ન્યુ દિલ્હી,તા.૧૦
આગામી મહિને પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ થઈ રહી છે. તેના સિવાય ૨૦૧૯માં લોકસભા ચૂંટણી પણ થવાની છે. તેવામાં ચૂંટણી પંચે ફેક ન્યૂઝનો સામનો કરવા માટે કાયદો બનાવવાની માગણી પણ કરી છે. ચૂંટણી પંચનું માનવું છે કે ફેક ન્યૂઝ સાથે જાડાયેલા ગુંચવાડાને દૂર કરવા માટે મર્યાદા નિર્ધારીત કરવાની ઘણી જરૂર છે. ચૂંટણી કમિશનર અશોક લવાસાએ એક ન્યૂઝચેનલ સાથેની વાતચીતમાં કહ્યું છે કે આવા મામલાઓમાં કોઈપણ કાયદો નહીં હોવાથી હંમેશા ગુંચવાડાની સ્થિતિ બનેલી રહે છે.
લવાસાએ કહ્યું છે કે ઓગસ્ટમાં ફેક ન્યૂઝનો સામનો કરવા માટે ચૂંટણી પંચે વિશેષજ્ઞોની એક કમિટી બનાવી હતી. પરંતુ હવે આ એક્સપર્ટ કમિટીના સૂચનોને ધારાકીય સમર્થન મળવું જરૂરી હશે. ફેક ન્યૂઝ પર પોતાની ચિંતા વ્યક્ત કરતાલવાસે કહ્યું છે કે ફેક ન્યૂઝની સાથે સૌથી મોટી મુશ્કેલી એ છે કે તેને વ્યાખ્યાયિત કેવી રીતે કરવામાં આવે.
આ નક્કી કરવું ઘણું મુશ્કેલ છે. તેમણે કÌš છે કે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ની પાસે કેટલીક વ્યાખ્યાઓ છે. પરંતુ તેને વ્યાખ્યાયિત કરવા માટે કોઈ કાયદો નથી. જેથી તમામ મામલાઓ પોતાના તથ્યો અને યોગ્યતાઓ પર છે. તેની ત્યારે તપાસ કરવામાં આવશે. ફેક ન્યૂઝને કારણે વધી રહેલી મોબ લિંચિંગની ઘટનાઓને જાતા ચૂંટણી પંચ તરફથી આના સંદર્ભે માગણી કરવામાં આવી છે.
મોબ લિંચિંગને કારણે લગભગ ૨૮ લોકોએ જીવ ખોયા છે. આ ફેક ન્યૂઝ મોટાભાગે વ્હોટ્સએપ અને સોશ્યલ મીડિયા દ્વારા લોકો સુધી પહોંચે છે. તેમણે કહ્યું છે કે ફેક ન્યૂઝ પર લાવવામાં આવતા કાયદાના દુરુપયોગની શક્્યતાને કારણે આવો કાયદો લાવવામાં અડચણ થવી જાઈએ નહીં. એક સભ્ય સમાજમાં કાયદો, બનાવવાવાળા અને નાગરિકો પર સમાનપણે લાગુ થાય છે. લવાસાએ કહ્યું છે કે જા વોટર્સ પાસેથી જાતિ અને ધર્મના આધારે વોટ માંગવામાં આવે છે. તો તેના માટે બાદમાં તપાસ કરવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



