કામરેજ-વલથાણ ગામની સીમમાં ટેન્કરે સર્જેલો અકસ્માત
સુરત, તા.૧૯
કામરેજ-વલથાણ ગામની સીમમાં ઉભેલી ટ્રકની ડીઝલ પાઈપ ખોલતી વખતે પાછળથી આવેલા એક ટેન્કર ચાલકે ટ્રકને ટક્કર મારી પલટી ખવડાવી ટ્રક પાસે ઉભેલા વ્યક્તિના શરીરે ગંભીર ઈજાઅો પહોંચાડી મોત નીપજાવી તથા ટ્રક ટાલકને અોછી વતી ઈજાઅો પહોંચાડી ફરાર થઈ ગયો હોવાનો બનાવ કામરેજ પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામના નાના મહોલ્લાના વતની અને છુટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવનાર ૨૪ વર્ષીય મહેબૂબ બિલાલ ટપે કામરેજ પોલીસ મથકમાં નોંધાવેલી એક પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વલથાણ ગામ પાસે ટ્રકમાં એર આવી ગયેલ હોવાથી મહેબૂબ ટ્રકની નીચે ડીઝલ પાઈપ ખોલી હતી અને તેમના ગામનો રીયાઝ ખાન નાંદીરખાન ટ્રક પાસે ઉભો હતો. આ દરમ્યાન જીજે-૧૬-એક્સ-૯૩૫૦ નંબરના ટેન્કર ચાલકે પુરપાટ ઝડપે ટેન્કર હંકારી ઉભેલી ટ્રક સાથે અથડાવી પલટી ખવડાવી ટ્રક પાસે ઉભેલા રીયાઝ ખાનના શરીરે ગંભીર ઈજાઅો પહોંચાડી મોત નીપજાવી ફરાર તઈ ગયો હતો. પોલીસે ફેટલનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




