હે રામ..માતાએ ભણવા માટે ઠપકો આપતા પુત્રએ જનેતાની હત્યા કરી નાંખી

0
60

ભોપાલ,તા.૨૦
દેશમાં સગીરો દ્વારા કરાતા અપરાધોની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે, ત્યારે દેશના મધ્યપ્રદેશના છિંદવાડા જીલ્લામાંથી એક કરૂણ ઘટના સામે આવી છે. ભણતર અંગે એક માતાએ તેના ૧૫ વર્ષના બાળકને ટકોરતા બાળકે માતાની હત્યા કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. છિંદવાડા જીલ્લાના હિવરખેડી ખાતે પિંજરાઇ સરાફ નામના ગામમાં આ ઘટના બની હતી.
મૃતકની ઓળખાણ ૩૫ વર્ષીય કુમારી ઉઇકેના રૂપે થઇ હતી. બે વર્ષ પહેલા વિધવા થયેલ કુમારી ઉઇકે બે બાળકો સાથે મજૂરી કરીને ગુજરાન ચલાવતી હતી. પોલીસ અધિકારી ડોંગરેએ જણાવ્યું કે ભણતર માટે મહિલાએ તેના મોટા પુત્રને ઠપકારતા સંભવિત લાકડીથી માર માર્યો હતો. આ દરમિયાન પુત્રએ તક જાઇને માતાના માથા અને ગળા પર લોખંડના સળિયાથી વાર કર્યા જેમાં ઘટના સ્થળે જ મહિલાની મોત થઇ હતી.
ઘટના પછી આરોપીએ લોહીવાળા કપડા બદલ્યા અને એક કિલોમીટર દૂર આવેલા સંબધીને ઘરે ભાગી ગયો હતો. સ્થાનિક લોકોએ જાણ કરતા શનિવારે મોડી રાત્રે તેને ઝડપી લેવાયો હતો. લોહીવાળા કપડા અને હત્યામાં વપરાયેલ સળિયો ઘટના સ્થળેથી કબ્જે કરાયો હતો. ધરપકડ બાદ આરોપીને જૂવેનાઇલ જÂસ્ટસ બોર્ડમાં હાજર કરાયો હતો, જ્યાંથી રવિવારે તેને સુધારગૃહમાં મોકલવામાં આવ્યો છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY