વિચિત્ર અકસ્માત : વીજ થાંભલામાં માથુ ફસાતા યુવકનું મોત

0
5

વડોદરા,તા.૨
વડોદરાના રાયપુર ગામ પાસે ગત રાત્રિનાં સમયે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ઉપર જઈ રહેલા યુવાનને અકસ્માત નડતાં રોડ સાઈડમાં આવેલા વીજ થાંભલામાં જઈને ભટકાયો હતો. જેમાં તેનું માથું ફસાઈ જતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
ઘટના અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાનાં રામપુરા ગામનો યુવાન ચંદ્રેશ ચૌહાણ ગત રાત્રિનાં સમયે પોતાની બાઈક લઈને ઘર તરફ જઈ રહ્યો હતો. દરમિયાન કોઈ કારણોસર તેનું સંતુલન નહીં રહેતાં રોડ સાઈડમાં બાઈક સાથે ઉતરી ગયો હતો. દરમિયાન રસ્તાની બાજુમાંથી પસાર થતી વીજ લાઈનનાં થાંભલામાં જઈને ભટકાયો હતો. જેમાં તેનું માથું ફસાઈ જતાં સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. .
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. લોકોએ વડોદરા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY