ચિદમ્બરમ્‌ સામેના ખટલા માટે સરકારી મંજૂરી મેળળવા સીબીઆઈને સાત સપ્તાહનો સમય

0
7

ન્યુ દિલ્હી,તા.૨
ઍરસેલ-મૅકિસસ સોદાના કેસમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમ્‌ તેમ જ વર્તમાન તથા ભૂતપૂર્વ સરકારી કર્મચારીઓ સામે ખટલો ચલાવવા સંબંધમાં સરકારી સ્તરની યોગ્ય મંજૂરી મેળવવા દિલ્હીની એક અદાલતે સેન્ટ્રલ બ્યૂરો આૅફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ)ને સોમવારે સાત અઠવાડિયાનો સમય આપ્યો હતો.
જરૂરી મંજૂરી વગર જ આરોપનામું નોંધાવવા બદલ અદાલતે સીબીઆઇને ઠપકો આપતાં જણાવ્યું હતું કે જા ૨૬મી નવેમ્બર સુધીમાં એટલે કે સુનાવણીના પછીના દિવસે આવશ્યક દસ્તાવેજા નહીં નોંધાવવામાં આવે તો અદાલત કદાચ પોતાની રીતે યોગ્ય પગલું ભરશે.
વિશેષ ન્યાયમૂર્તિ ઓ. પી. સૈનીએ કહ્યુ હતું કે ‘તમારે (સીબીઆઇએ) આરોપનામું નહોતું નોંધાવવું જાઈતું. એનાથી બીજું કંઈ નહીં, પણ અદાલતના પેન્ડિંગ કેસમાં વધુ એકનો વધારો થયો છે. આને કારણે અદાલતનો ઘણો સમય પણ બગડ્યો છે.
સીબીઆઇએ ૧૯મી જુલાઈએ કાન્ગ્રેસી નેતા ચિદમ્બરમ્‌ તથા તેમના પુત્ર કાર્તિ, સરકારી કર્મચારીઓ સહિતની ૧૦ વ્યકિતઓ અને ૬ કંપનીઓને આ કેસમાં આરોપી બતાવતું આરોપનામું નોંધાવ્યું હતું.
જરૂરી મંજૂરીઓ આપવાનું સરકારના ધ્યાનમાં છે જ અને એની અમે રાહ જાઈ રહ્યા છીએ એવું સીબીઆઇના વરિષ્ઠ ધારાશા સોનિયા માથુરે ન્યાયમૂર્તિને જણાવતાં ન્યાયમૂર્તિએ થોડો સમય આપવાની સીબીઆઇની વિનંતીને સ્વીકારી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY