જીપ સવાર તમામ ઓરિસ્સાના કોમનાથી દેવીના દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા છત્તીસગઢ-ઓરિસ્સા બોર્ડર પર ટ્રક-જીપ વચ્ચે અકસ્માત, ૧૦ લોકોનાં મોત

0
25

રાયપુર,તા.૧૭
છત્તીસગઢ-ઓરિસ્સા બોર્ડર પર મંગળવારે મોડી રાતે થયેલી ટ્રક અને જીપની અથડામણમાં ૧૦ લોકોનાં મોત થઈ ગયાં છે. જીપમાં સવાર આ તમામ લોકો ઓરિસ્સાના કોમનાદેવીના દર્શનમાંથી પરત ફરી રહ્યા હતા. અકસ્માતમાં પતિ-પત્ની અને તેમના બે બાળકોનો આખો પરિવાર ખતમ થઈ ગયો.
મળતી માહિતી પ્રમાણે, મહાસમંજ જિલ્લાના બલદીડીહથી પાંચ, સાકરાથી ચાર અને અંસુલાથી એક એમ કુલ ૧૦ માણસો બોલેરોમાં સવાર થઈને ઓડિસાના કોમનામાં માતાના મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી તમામ લોકો એકસાથે મંગળવારે મોડી રાતે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન નુઆપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડામણ થઈ ગઈ.
અકસ્માતમાં ડ્રાઈવર સહિત બોલેરોમાં સવાર તમામ લોકોનાં મોત થઈ ગયાં. મૃતકોમાં બલદીડીહ નિવાસી બલ્દીડીહ નિવાસી ડા. દિનેશ ડડસેના, તેમની પત્ની ચાંદની ડડસેના, તેમના બે સંતાન ભારતી અને ધનંજય, સાંકરા ભાજપ મંડળ અધ્યક્ષ સુરજીતસિંહ પપ્પૂ, બલ્દીડીહના સરપંચના પતિ મેઘનાથ નિષાદ, અંસુલા નિવાસી મુકેશ અગ્રવાલ, સાંકરાના ઘનશ્યામ નેતામ અને તેમના બહેન દિલેશ્વરી નેતામ સામેલ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY