ગોવામાં એકાઉન્ટન્ટની ભરતીમાં તમામ આઠ હજાર ઉમેદવારો નાપાસ..!!

0
11

પરીક્ષામાં પાસ થવા માટે ૫૦ માર્ક્સ લાવવાના હતા
પણજી,તા.૨૨
એક તરફ લાખો યુવાનો નોકરીઓ માટે વલખા મારે છે ત્યારે ગોવા સરકારે એકાઉન્ટન્ટની ૮૦ પોસ્ટ ભરવા માટે યોજેલી પરીક્ષામાં ૮૦૦૦માંથી એક પણ ઉમેદવાર પાસ નહીં થઈ શક્યો હોવાનુ બહાર આવ્યુ છે.
ઉમેદવારોએ પરીક્ષામાં પાસ થવા માટે ૫૦ ટકા માર્કસ મેળવવાના હતા પણ એકેય ઉમેદવાર આટલા માર્ક લાવી શક્યો નથી. એક અધિકારીએ નામ નહી આપવાની શરતે કહ્યું હતુ કે એક પણ ઉમેદવાર પરીક્ષા પાસ કરવામાં સફળ થઈ શક્યો નથી. ૧૦૦ માર્કની પરીક્ષામાં અંગ્રેજી, જનરલ નોલેજ અને એકાઉન્ટ સાથે સંકળાયેલા સવાલો પૂછવામાં આવ્યા હતા.
આમ આદમી પાર્ટીનુ કહેવુ છે કે ગોવા યુનિવર્સિટી અને બીજી કોમર્સ કોલેજો માટે આ શરમની વાત છે કે એક પણ ઉમેદવાર એક્ઝામ ક્લીયર કરી શક્યો નથી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY