સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો,૯૮૧૮૯ ક્સુસેક પાણીની આવક થઈ
ગાંધીનગર,તા.૨૨
ગુજરાતના કેટલાક સ્થળો પર હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન સામાન્યથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાત, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં સારો વરસાદ પડી શકે છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૮૪ તાલુકાઓમા નોધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં ગોધરામાં સૌથી વધારે ૫ ઈંચ અને મોરવા હડફ, બાલાશિનોર, કપડવંજ, હાલોલ, શેહરા અને સંતરામપુરમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો છે. કુલ છ તાલુકાઓમાં ચાર ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે સાત તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે ૧૬ તાલુકાઓમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો ૫૨ તાલુકાઓમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.
મધ્ય પ્રદેશમાં સારા વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. હાલ ડેમમાં ૯૮૧૮૯ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. છેલ્લા ચાર દિવસમાં ડેમની સપાટીમાં છ મીટરનો વધારો થયો છે. ડેમની હાલની સપાટી ૧૧૫.૮૨ મીટર છે.
ઉપરવાસમાં પડેલા સારા વરસાદને કારણે તાપી નદી પર આવેલા ઉકાઈ ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. છેલ્લા પાંચ દિવસમાં ડેમની સપાટીમાં છ ફૂટ જેટલો વધારો નોંધાયો છે. ડેમની હાલની સપાટી ૩૦૬.૮૦ ફૂટ છે. ડેમમાં હાલ ૫૦૪૩૧ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે ૬૦૦ ક્યુસેક પાણીની જાવક છે.
મંગળવારે દિવસ દરમિયાન પડેલા વરસાદને કારણે ડેમની સપાટીમાં વધારો થયો છે. ડેમની હાલની સપાટી ૧૨૫.૬૫ મીટરે પહોંચી છે. ડેમની ભયજનક સપાટી છે ૧૨૭.૪૧ મીટર હોવાથી ડેમને હાલ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



