લોંસ એંજલ્સ,તા.૧૨
રશિયામાં રહેતા ૮૭ વર્ષના એક્ટરે પોતાની ૨૭ વર્ષની પ્તનીને ડિવોર્સ આપવાનો નિર્ણય કર્યો છે. એક્ટર અનુસાર તેની પત્ની સેક્સ કરવાની ના પાડે છે જેના કારણે મજબૂર થઈને તેણે આ નિર્ણય કર્યો છે. આ મામલે પત્નીનું કહેવું છે કે અમારી પાસે એટલા રૂપિયા નથી કે અમે બાળકની જવાબદારી ઉઠાવી શકીએ. ડિવોર્સની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક્ટરે પોતાની ત્રીજી પત્ની પાસે જવાની વાત કહી છે.
મોસ્કોમાં રહેતા ઇવાન ક્રાસ્કો રશિયાના જાણીતા એક્ટર છે. તેમણે ૧૪૦થી વધારે રશિયન અનો સોવિયત ફિલ્મોમાં કામ કર્યું છે. ઈવાને સપ્ટેમ્બર ૨૦૧૫માં ૮૪ વર્ષની ઉંમરે પોતાનાથી ૬૦ વર્ષ નાની નતાલિયા સાથે ચોથા લગ્ન કર્યા હતા. તે સમયે નતાલિયાની ઉંમર માત્ર ૨૪ વર્ષની હતી. આ લગ્ન પહેલા પણ ઈવાને ત્રણ લગ્ન કરી ચૂક્્યા હતા, સાથે જ પાંચ વર્ષ પહેલા તે દાદા પણ બન્યા હતા. જાકે ત્યાર બાદ પણ ઇવાને પોતાની સૌથી નાની પત્નીથી એક બાળકને જન્મ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ હવે તે ડિવોર્સ આપી રહ્યા છે.
ઇવાને કહ્યુ કે, પ્રેગ્નેન્ટ થવાના ડરે નતાલિયા ઘણાં સમયથી મારી સાથે સેક્સ કરવાનું બંધ કરી દીધું છે. તેની સાથે જ તેને એ વાતનો પણ ડર હતો કે મારી પાસે એટલા રૂપિયા નથી કે અમે બાળકનું ભરણપોષણ કરી શકીએ. માટે હવે હું તેને છૂટાછેડા આપી રહ્યો છું. જણાવીએ કે લગ્ન બાદ વિતેલા ત્રણ વર્ષતી આ કપલ ઇવાનના પૌત્ર કિરીલના મોસ્કો સ્થિતિ ફ્લેટમાં રહેતા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



