મુંબઈ,તા.૧૨
જેકી ભગનાની અને ક્રિતિકા કામરા ફિલ્મ ‘મિત્રો’ને રીલીઝ થવામાં હવે થોડાક દિવસજ બાકી રહી ગયા છે. ત્યારે ફિલ્મના ટ્રેલર અને અત્યાર સુધી રિલીઝ થયેલા તમામ સોંગ્સને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. એવામાં હવે સૌ કોઈની નજર ફિલ્મની રિલીઝ પર રહેલી છે.
ગુજરાતની સંસ્કૃતિને દર્શાવતી આ ફિલ્મનું મોટાભાગનું શુટિંગ ગુજરાતમાં જ થયું છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં આ ફિલ્મનું શુટિંગ કરવામાં આવ્યું છે અને એટલે જ હવે ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મ મિત્રોંના ગ્રાન્ડ પ્રિમિયર માટે અમદાવાદ પર પોતાની પસંદગી ઉતારી છે.
ખાસ કરીને બાલિવૂડ ફિલ્મના પ્રિમિયર મુંબઈમાં ઓર્ગેનાઈઝ કરવામાં આવતા હોય છે પરંતુ પ્રથમ વખત કોઈ બાલિવૂડ ફિલ્મનું પ્રિમિયર ગુજરાતમાં બતાવવામાં આવશે. ગુજરાતના અમદાવાદમાં એક ગ્રાન્ડ પ્રિમિયર હશે જે ગુરુવારના દિવસે બતાવવામાં આવશે.
ફિલ્મ મિત્રોની કહાની ગુજરાતી બેસ છે. જે ગુજરાતના રંગમાં રંગાયેલી નજર આવશે. જેને અમદાવાદના ઓરિજિનલ લોકેશન્સ પર ફિલ્માવવામાં આવી છે. જેકી ભગનાનીની આ ફિલ્મમાં ગુજરાતી ગરબાથી લઇને રોમાન્સથી ભરેલી છે.
ક્રિટિક્સ દ્વારા વખાણવામાં આવેલી ફિલ્મ ફિલ્મીસ્તાન બાદ મિત્રોં નિતિન કક્કડના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ છે. જે ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસે રિલીઝ થવા જઈ રહી છે જેનું નિર્માણ ઇન્ડોનેશિયાએન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




