સ્થાનિક લોકોના વિરોધ વચ્ચે કંપાઉન્ડ વોલ તોડી પડાઈ
સુરત, તા.૨૫
સુરત મહાનગરપાલિકાનાં પિમ ઝોન રાંદેર દ્વારા તા.૨૪-૧૦-૨૦૧૮ના રોજ પિમ ઝોન રાંદેર વિસ્તારમાં આવેલ ટી.પી. સ્કીમ નં.૧૩ અડાજણમાં પંકજ નગરને લાગુ સુરત મહાનગરપાલિકાને સ્ટાફ ક્વાટર્સના હેતુ માટે રીઝર્વેશન પ્લોટ ફા. પ્લોટ નં.૨૩૮ ફાળવાયેલ છે. લાગુ પંકજ નગર સોસાયટીના સભ્યો દ્વારા સુરત મહાનગરપાલિકાની કોઈપણ પ્રકારની પરવાનગી કે મંજૂરી વિના ગેરકાયદેસર રીતે રીઝવર્ડ પ્લોટની ફરતે સિમેન્ટના બ્લોક તથા થાંભલાના બાંધકામ વાળી કંપાઉન્ડ વોલ બનાવવાનું શરૂ કરેલ છે. ગતરોજ પિમ ઝોન રાંદેરના શહેર વિકાસના તથા દબાણ ખાતાના સ્ટાફ દ્વારા સદર કંપાઉન્ડ વોલનું બાંધકામ દૂર કરવાનું શરૂ કરાતાં પંકજ નગર સોસાયટીના રહેવાસીઅો દ્વારા ઉગ્ર વાદ વિવાદ કરી અડચણ ઉભી કરવામાં આવેલ. પરંતુ સમજાવટ દ્વારા સુરત મહાનગરપાલિકાના ચીફ સિક્યોરિટી અોફિસની હાજરી તથા સિક્યોરિટી સ્ટાફની મદદથી સદર સુરત મહાનગરપાલિકાની કોઈપણ પ્રકારની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે રીઝવર્ડ પ્લોટની ફરતે કરવામાં આવેલ આશરે ૬’૦૦ ફંચાઈની ૩૭૫.૦૦ રનિંગ ફુટ કંપાઉન્ડ વોલનું ડીમોલીશન કરી આશરે ૧૫૦૦૦.૦૦ ચો.ફુટ જેટલો વિસ્તાર ખુલ્લો કરવામાં આવેલ અને સદર કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





