ચાર કલાકના સફાઈ કામદારોની કાયમી ભરતી અંગે કોર્ટનો હુકમ માન્ય ગણાશે

0
72

કામદારોના આશ્રિતોને નોકરી આપવાની નીતિનો હાલ અમલ કરવામાં આવી રહ્નાં છે
સુરત, તા.૨૫
સુરત મહાનગરપાલિકામાં સફાઈ કામદારના પ્રશ્નો તથા સફાઈ કામદારની નવી નિમણૂંકો રોકવા બાબતે પ્રમુખ વાલ્મિકી સેના ગુજરાત, જશદણ દ્વારા સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તેમજ ચેરમેન, સટેન્ડિંગ કમિટિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવેલ છે. તેમજ મજકુર બાબતે યુ ટ્યુબ એટલે કે ડીજીટલ મીડિયા ઉપર પણ આ બાબતને પ્રસિદ્ધિ આપેલ છે. જે બાબતે જાહેર જનતા જાગ અખબારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવે છે. વાલ્મિકી સેના ગુજરાત દ્વારા સુરત મહાનગરપાલિકાને આપવામાં આવેલ આવેદનમાં નવી સફાઈ કામદારની નિમણૂંક રોકવા, હાલમાં ૪ કલાક સફાઈ કામ કરતા સફાઈ કામદારોને ફુલ ટાઈમ કરી કાયમી કરવા, કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરી સફાઈ કામદારની સીધી ભરતી કરવા, રોજમદારોને સમયસર કાયમ કરવા, સીનીયોરીટી મુજબ ભરતી કરવા સારૂ, રહેમરાહે નોકરી આપવા બાબતે શેતલ એસ. ભગતને થયેલ અન્યાય બદલ યોગ્ય ન્યાય આપી ઠરાવ કરવા, સ્વૈચ્છીક નિવૃત્તિના ઠરાવ બાબતે વિસંગતતા દુર કરીને યોગ્ય કરી કર્મચારીના આશ્રિતોને લાભ મળે તેવો ઠરાવ કરવા બાબતે તેમજ આવનાર સમયમાં તેઅોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે તથા તા.૨૬-૧૦-૨૦૧૮ના રોજ ધરણાંનો કાર્યક્રમ આપવામાં આવશે તે મુજબના આવેદનપત્ર સંદર્ભે આથી જાહેર જનતા તથા લાગતા વળગતા સૌ નાગરિકોને જાણ કરવાની કે સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદાર વગેરે વર્ગ-૪ની ખાલી જગ્યાઅો ભરવા બાબતે પ્રસિદ્ધ કરાયેલ જાહેરાત સંદર્ભે નામદાર ગુજરાત હાઈકોર્ટ ખાતે સ્પે. સિવિલ એપ્લિકેશન નં.૧૪૫૩૭/૨૦૧૭ તથા ૧૪૬૮૭/૨૦૧૭ ખાતે ન્યાય નિર્ણય અર્થે હાલ પડતર છે. જે બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે કોઈ આદેશ મળે તે મુજબ સુરત મહાનગરપાલિકા તરફે અમલ કરવાનો રહે. વધુમાં હાલમાં ૪ કલાક સફાઈ કામ કરતા તેમજ રોજમદારને સમયસર કાયમી કરવા તથા સીનીયોરિટી મુજબ ભરતી કરવા બાબતની વાલ્મિકી સેનાની માંગણી સંદર્ભે જણાવવાનું કે આ બાબતે સુરત મહાનગરપાલિકાના જુદા જુદા નિયમો દ્વારા સુરત મહાનગરપાલિકા સામે સુરતની નામદાર અૌદ્યોગિક અદાલતમાં જુદા જુદા રેફરન્સ એટલે કે કેસો દાખલ કરવામાં આવેલ છે. જે ન્યાય નિર્ણય અર્થે હાલ પડતર છે. વધુમાં આ બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટ ખાતે સ્પે. સિવિલ એપ્લીકેશન નં.૮૩૬૦/૨૦૧૭ તથા ૧૨૨૨/૨૦૧૭ની મેટરો પણ હાલ ન્યાય નિર્ણય અર્થે હાલ પડતર હોય એટલે કે આ તમામ મેટરો સબજ્યુડીશ હોય તે સંજાગોમાં આ મેટરોમાં જુદી જુદી કોર્ટો તથા નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આખરી આદેશો ન થાય ત્યાં સુધી સુરત મહાનગરપાલિકા તરફે કોઈ નિર્ણય હાલ તુરત લઈ શકાય તેમ નથી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY