એડિશનલ કલેક્ટરના દીકરાએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતાં ચકચાર મચી

0
124

અમદાવાદ,
તા.૧૧/૦૩/૨૦૧૮

આણંદ પુરવઠા વિભાગના એડિશનલ કલેક્ટર મણિલાલ પારઘીના પુત્રએ અમદાવાદમાં આવેલી ખાનગી હોટલમાં આપઘાત કરી લીધો હતો. અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. જુવાનજાધ દીકરાના પગલાંથી પરિવાર ભાંગી પડ્યો હતો. મૃતક યુવાન અમદાવાદમાં એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા આવ્યો હતો.

આણંદમાં પુરવઠા વિભાગના એડિશનલ કલેક્ટર મણિલાલ પારઘીના ૨૬ વર્ષીય પુત્ર વનરાજસિંહે કોઈ કારણોસર પાલડીમાં આવેલી નીલકંઠ હોટલના રૂમમાં આપઘાત કરી લીધો હતો. પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને તેના પરિવારને સોંપ્યો હતો.

પાલડીની નીલકંઠ હોટલમાં એડિશનલ કલેક્ટરના પુત્રએ આપઘાત કરી લેતા પાલડી પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો. પોલીસનું પ્રાથમિક તારણ છે કે તેનું મોત કુદરતી રીતે થયું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY