આધારને બદલે વર્ચ્યૂઅલ આઇડી અને લિમિટેડ કેવાયસી વાપરે ટેલિકોમ કંપનીઓ

0
23

ન્યુ દિલ્હી,
મોબાઈલધારકો માટે આધાર નંબરની અવેજીમાં વર્ચ્યૂઅલ આઇડીનો ઉપયોગ કરવા તેમ જ મર્યાદિત કેવાયસી યંત્રણા તરફ વળવા તેમની યંત્રણામાં સુધારો કરવાની સરકાર ટેલિકોમ કંપનીઓને સૂચના આપી છે.
પહેલી જુલાઈથી નવી વર્ચ્યૂઅલ આઇડીની યંત્રણાના અમલની ખાતરી કરવા આ પગલું લેવામાં આવ્યું હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે આને કારણે વપરાશકર્તાઓ આધારનંબરને બદલે તેમનો વર્ચ્યૂઅલ આઇડી આપી શકશે. વર્ચ્યૂઅલ આઇડી યંત્રણા આવતા મહિનાથી પૂર્ણપણે કાર્યરત થઈ જશે.
ગ્રાહકની અંગત માહિતી એકઠી કરી તેનો સંગ્રહ કરવાની વધેલી ચિંતા વચ્ચે આ યંત્રણાનો મુખ્ય આશય વ્યક્તિની અંગતતા અને આધારની વિગતોની સુરક્ષાને વધુ મજબૂત કરવાનો હોવાનું તેમણે કહ્યું હતું.
આધાર નંબરના વિકલ્પ તરીકે વર્ચ્યૂઅલ આઇડીના ઉપયોગને મામલે યુઆઈડીએઆઈ દ્વારા સુધારાના મુકવામાં આવેલા પ્રસ્તાવનો અમલ કરવો, એમ તેમણે કહ્યું હતું.
કંપનીઓએ ગ્રાહકને નવા મોબાઈલના જાડાણ અને હાલના મોબાઈલધારકોની ફેરચકાસણી માટે આધારનંબરની અવેજીમાં તેની પસંદગી મુજબ વર્ચ્યૂઅલ આઈડી, યુઆઈડી ટોકન અને મર્યાદિત કેવાયસીનો વિકલ્પ આપવાનો રહેશે, એમ તેમણે કÌšં હતું.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY