રાજ્યસભામાં મોટો ફાયદો થવા છતાં બહુમતિથી રહેશે દૂર ભાજપ

0
167

ન્યુ દિલ્હી,
તા,૧૨/૦૩/૨૦૧૮

દેશના ૧૬ રાજ્યોમાં રાજ્યસભાની ૫૮ બેઠક માટે આગામી ૨૩ માર્ચે યોજાનારી ચૂંટણી સત્તાધારી પક્ષ દ્ગડ્ઢછ માટે ઘણી મહત્વની બની રહેશે. સંસદના ઉપરના ગૃહમાં સત્તાધારી દ્ગડ્ઢછનું સંખ્યાબળ વિપક્ષથી ઓછું છે. અને રાજ્યસભાની આગામી ચૂંટણી બાદ દ્ગડ્ઢછની સ્થતિ મજબૂત થશે તે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.રાજ્યસભામાં સંખ્યાબળ ઓછું હોવાને કારણે દ્ગડ્ઢછ અનેકવાર મહત્વના ખરડાઓ પસાર કરાવી શકી નથી. જેથી દ્ગડ્ઢછ સરકાર માટે આ ચૂંટણી ઘણી જ મહત્વની છે. જાકે રાજકીય નિષ્ણાંતોનું માનીએ તો ૨૩ માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી બાદ મ્ત્નઁના નૈતૃત્વવાળી દ્ગડ્ઢછ સરકારને મોટો ફાયદો થશે, પણ સંસદના ઉપલા ગૃહમાં બહુમતિનો આંકડો મેળવી શકશે નહીં.

આ ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ તેના ૨૬ ઉમેદવારના નામની જાહેરાત કરી છે. પ્રથમ યાદીમાં પાર્ટીના વરિષ્ઠ નેતા ને નાણાંપ્રધાન અરુણ જેટલી સહિત ૮ નામ જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે ગતરોજ જાહેર કરાયેલી બીજી યાદીમાં અન્ય ૧૮ નામની જાહેરાત કરવામાં આવી હતી. આ રીતે મ્ત્નઁ ૨૬ બેઠક પર જીત મેળવી શકે છે.

આપને જણાવી દઈએ કે, રાજ્યસભામાં કુલ ૨૫૦ બેઠક છે, અને બહુમતનો જાદુઈ આંકડો ૧૨૬ છે. રાજ્યસભામાં વર્તમાન સદસ્યોની સંખ્યા ૨૩૯ છે. જા ભારતીય જનતા પાર્ટી અને તેના સહયોગી ઉમેદવારો તેની ધારણા મુજબ બેઠક જીતશે તો રાજ્યસભામાં તેઓની બેઠકની સંખ્યા ૧૦૦ સુધી પહોંચી જશે. જાકે આ સ્થતિમાં પણ બહુમતના જાદુઈ આંકડાથી દ્ગડ્ઢછ થોડી પાછળ રહી જશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY