પેટ્રોલ- ડિઝલના ભાવ સરકારના હાથમાં નથી,આ બધું આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવો પર નક્કી થાય છે.કાચા તેલના ભાવો વધે તો પેટ્રોલ- ડિઝલના ભાવ પણ વધશે…. પ્રજાસરકારને સાથ આપે… સરકારનું તેલ કંપનીઓ પર કોઈ નિયંત્રણ નથી…..આબધું છેલ્લા કેટલાંક સમયથી પ્રજા સાંભળી રહી હતી. બળતણના ભાવ સતત વધી રહ્યા હતા. જે દિવસે નાણામંત્રી અરૂણ જેટલીએ અઢી રૂપિયાનું દાન કર્યું તે દિવસે પણ તેલ કંપનીઓએ સરકારના ઈશારા પર ભાવ વધાર્યા.ભાવ ૯૦નો આંકડો પાર કરી ગયા ત્યારે તેને લાગ્યું કે હાં બરાબર છે. હવે પ્રજાને રાહત આપવી જાઈએ. આવી કાંઇક માનસિકતા સાથે નાણામંત્રીએ મોટી જાહેરાત કરી કે સરકાર પોતાનામાંથી દોઢ રૂપિયો અને તેલ કંપનીઓ એક રૂપિયો મળીને કુલઅઢી રૂપિયાની રાહત આપી રહી છે…!! આજ અરૂણ જેટલીએ વર્ષ ૨૦૧૪ની ચુંટણીઓમાં ગંભીરતાપૂર્વક કહ્યુ હતું કે કાચા તેલના ભાવ ૯૦ ડોલર છે.ત્યારે ભારતમાં પેટ્રોલ ૬૦ રૂપિયામાં આપવું જાઈએ. અઢી રૂપિયાની, જાકે દોઢ રૂપિયાનું દાન(ખેરાત) કર્યું ત્યારે કાચા તેલના ભાવ ૯૦ ડોલરથી ઓછા ૮૬ ડોલર હતા. પરંતુ ભારતમાં પેટ્રોલના ભાવ ૬૦ રૂપિયા નહી પણ ૭૫ થી ૮૦ વચ્ચે છે.
માની લો પહેલાથી આ નક્કી હતું. જેથી જેટલીની જાહેરાત પુરી થઇ તે સાથે ભાજપા શાસિત રાજ્યોએ વગર કાંઈ કહે ફટાફટ પોતાના તરફથી અઢી રૂપિયા ઓછા કરી નાખ્યાં અને માનો કે પ્રજાને કુલ પાંચ રૂપિયાનો નહી પણ ૧૫ થી ૨૦ રૂપિયાનો લાભ આપી રહી છે. મોદી સરકારે આ રીતે સોશિયલ મિડિયા પર બઘડાટી બોલાવી દીધી પ્રજા હવે ભોળી નથી. પ્રજા ભાજપના નેતાઓ ૨૦૧૪માં શું કહેતા હતા તે વિડિઓ શોધીને સોશ્યલ મિડિયા પર મુકી રહ્યાં છે. પ્રજા જાણી ગઈ છે કે ૧૫ થી વધુ રૂપિયા વધારીને અને પછી ફક્ત અઢી રૂપિયા ઓછા કરી જાણે કે સરકારે બહું જ મોટો નિર્ણય લઈને પેટ્રોલ- ડિઝલ ખૂબ જ સસ્તા કર્યા હોય તેવું વાતાવરણ ઉભુ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યાં. સરકારે તો પોતાની તરફથી ફક્ત દોઢ રૂપિયો ઓછો કર્યો છે. એવું પણ પ્રજા માની રહી છે.
સરકાર ચાહે તો શું નથી થઇ શકતું. બળતણના ભાવ સરકારના હાથમાં નથી… કાચા તેલના ભાવ પર દરેક વખતે ઠીકરા ફોડવાવાળી સરકારે ભાવ ઓછા કર્યા ત્યારે કાચા તેલની કિમતો અડચણ ન બની….?? સરકારી કંપનીઓએ સરકારની વાત ન માની…?? ભાવ ઓછા કરવા હોય કે વધારવા હોય તો આ બધો સરકારનો ડાબા હાથનો ખેલ છે. પણ સરકાર આવું કેમ નથી કરતી. એ કહેવાની જરૂર નથી. સ્વચ્છતા માટે જે રીતે ગાંધીજીના નામ પર દેશભરમાં અભિયાન ચલાવવામાં આવ્યું તેવું જ અભિયાન એજ ગાંધીજીના ગરીબ-દરિદ્ર-નારાયણને માટે મોંઘવારી વિરુધ્ધ નવી થઇ શકતું કે શું….?? સરકાર ચાહે તો ઘણું બધું થઇ શકે છે. સરકાર ન ચાહે તો કાંઇજ ન થઇ શકે. નાણામંત્રી ઈચ્છે તો શું પેટ્રોલ- ડિઝલના ભાવ ઓછા નથી થઇ શકતા….?? ભારતની પ્રજાને ન જાણે ક્યારે ૬૦ રૂપિયાના ભાવથી પેટ્રોલ- ડિઝલ મળશે…..?? ચુંટણીમાં બળતણના ભાવો એક ચુંટણી મુદ્દો બની શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



