૨૦૧૯ની લોકસભાની ચૂંટણી નજીક આવી, હવે સરકાર જાગી..!!

0
5

કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ ગુરુવારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યૂટીમાં દોઢ રૂપિયાનો અને તેલ કંપનીઓ દ્વારા એક રૂપિયાના ઘટાડાની જાહેરાત કરતાંની સાથે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનું રણશિંગું ફૂક્યુ હતું. છેલ્લા કેટલાક સમયથી ભાજપના પ્રધાનો અને કેન્દ્ર સરકાર કુંભકર્ણ નિદ્રામાં હતા, પરંતુ સોશિયલ મીડિયા અને વિરોધ પક્ષ તેમ જ જનતાના દેકારાએ તેમની ઊંઘ ઉડાડી મૂકી છે. જાકે આ ભાવ ઘટાડાનો જનતાને કંઈ ખાસ લાભ થાય તેમ નથી કેમ કે એકલા સપ્ટેમ્બર મહિનામાં જ તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સાડાત્રણથી ચાર રૂપિયા જેટલો વધારો કરી દીધો છે. આમ આ ભાવ ઘટાડો તો ‘એરણની ચોરી ને સોઈનું દાન’ જેવો છે.
ખરેખર તો કેન્દ્રની મોદી સરકાર હવે ગભરાઈ છે. ચારે બાજુએથી મોદી સરકાર પર સતત પસ્તાળ પડી રહી છે. મોદી સરકારના પેટ્રોલિયમ પ્રધાનથી માંડીને અનેક પ્રવક્તાઓ હવે લોકોથી નજર બચાવી રહ્યા છે. વધતા જતાં ઈંધણના ભાવવધારાના પ્રશ્ર્‌નોનો તેમની પાસે કોઈ ઉત્તર નથી.
લોકસભાની ચૂંટણી પહેલાં દેશમાં ચાર રાજ્યોની ચૂંટણી યોજાવાની છે. ઈંધણના ભાવવધારાની સામાન્ય માણસોને અસર થઈ રહી છે. સામાન્ય રીતે ભાજપની મત બેન્ક ગણાતો મધ્યમ વર્ગ પણ સોશિયલ મીડિયામાં મોદી સરકાર સામે બળાપો કાઢી રહ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ધીમે ઘીમે પોતાની લોકપ્રિયતા ખોઈ રહ્યા છે. એક વાત નક્કી છે કે ૨૦૧૯માં મોદીનો એવો કરિશ્મા નહીં હોય જેવો ૨૦૧૪માં હતો. આ વાત ભાજપના કેટલાક ટોચના નેતાઓ પણ અંગત રીતે કબૂલી રહ્યા છે.
સામા પક્ષે રાહુલ તેના ગજા કરતાં વધુ સારો દેખાવ કરી રહ્યો છે. એવામાં જા પેટ્રોલ-ડીઝલના ભાવવધારા પર અંકુશ ના મૂકી શકાય તો ભાજપની તેમ જ કેન્દ્ર સરકારની પ્રતિષ્ઠા દાવ પર લાગી શકે તેમ છે. રૂપિયો પણ દિવસરાત સતત ઘસાઈ રહ્યો છે.
સરકાર રૂપિયાને અંકુશમાં લાવી શકે તેમ નથી, આથી પોતાની શાખ બચાવવા માટે જખ મારીને પેટ્રોલ-ડીઝલના ભાવ પર અંકુશ આણવા ભાજપ તૈયાર થયું છે. આ ભાવઘટાડો પણ કાયમી થઈ શકે તેમ નથી. કેમ કે અગાઉ પણ ભાજપે ચૂંટણી ટાણે ઈંધણના ભાવ ઘટાડ્યા હતા અને બાદમાં તેલ કંપનીઓને ભાવવધારાનો છુટ્ટો દોર આપી દીધો હતો.
આ વખતે પણ કેન્દ્ર સરકારે જે રીતે ચૂંટણી સમયે ભાવ ઘટાડો કર્યો છે તે જાતાં તેમની મંછા પર શંકા જાય તેમ છે. છેલ્લાં ચાર વર્ષના મોદીના શાસનકાળમાં જે રીતે જાહેરાતો કરાઈ હતી એ રીતનાં કામકાજ થયાં નથી. જાકે રાફેલને બાદ કરતા કેન્દ્ર સરકાર સામે ભ્રષ્ટાચારના કોઈ આક્ષેપ થયા નથી એ રાહતની વાત છે. તમામ મોરચે મોદી સરકારે કોઈ એવું પગલું લીધું નથી કે પરિણામ દાખવ્યું નથી.
મોટા ભાગની તમામ યોજનાઓ કોન્ગ્રેસની – યુપીએ સરકારના સમયની છે અથવા તેમાં થોડો ફેરફાર કરીને પાછી તે જ લાગુ કરી છે. કેન્દ્રીય પ્રધાનોએ પણ ખાસ કંઈ ઉકાળ્યું નથી. મોદીને બાદ કરતાં તેમની પાસે બીજું કંઈ છે નહીં. આ વખતે જા મોદી કાર્ડ ન ચાલે તો સત્તા હાથમાંથી જાય તેમ છે.
સત્તા ટકાવી રાખવા માટે સરકાર હવે ડેમેજ-ક્ધટ્રોલ મૂડમાં આવી ગઈ છે. આવનારા સમયમાં પણ કેટલાક પ્રજાલક્ષી સુધારા જાહેર કરાઈ શકે તેમ છે, પરંતુ એક વાત નક્કી છે કે આ બધી રાહતો અને બધા જ સુધારા જનતાના લાભ માટેના નહીં, પરંતુ પોતાની સત્તા ટકાવી રાખવા માટેના છે.
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ જઈ રહ્યુ છે તેવી તેમને પણ ખબર છે, પરંતુ આ બે રાજ્યોની સાથે સાથે કેન્દ્ર સરકારને અસર ન થાય એ માટે હવે ભાજપ જાગ્યું છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી તરફનું આ તેમનું પહેલું પગલું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY