મુંબઈ,તા.૫
શ્રીલંકન બ્યૂટી તરીકે જાણીતી મોખરાની અભિનેત્રી જેક્લીન ફરનાન્ડિસ તાજેતરના વિનાશકારી પૂરમાં નષ્ટ થઇ ગયેલા કેરળના ઘરોને ફરી બાંધવાના કાર્યમાં સહભાગી થઇ રહી હોવાની માહિતી મલી હતી.
આ વર્ષના આૅગષ્ટમાં કેરળમાં છેલ્લાં એકસો વર્ષમાં ન આવ્યો હોય એવો ભીષણ વરસાદ આવ્યો હતો અને લાખ્ખો લોકો બેઘર થઇ ગયા હતા. એકલી રાજ્ય સરકાર આ દિશામાં કંઇ કરી શકે એમ નહોતી.
જેક્લીન હેબિટાટ ફોર ધ હ્યુમેનીટી નામની એનજીઓ સાથે મળીને બેઘર થયેલા લોકોનાં ઘર બાંધવાની ઝુંબેશમાં સહભાગી થઇ છે. એ પોતાના ચાહકોને પણ સોશ્યલ મિડિયા પર એવી અપીલ કરવાની છે કે માનવતાના આ કાર્યમાં તમે પણ હાથ લંબાવો અને યથાશક્તિ મદદ કરો.
અગાઉ પણ જેક્લીને કેરળ રાહત ફંડમાં નોંધનીય રકમ આપી હતી અને કેરળવાસીઓને પગભર થવામાં નિમિત્ત બની હતી.
અત્યાર અગાઉ જેક્લીન જેની સાથે જાડાઇ છે એ હેબિટાટ ફોર ધ હ્યુમેનીટી સંસ્થાએ છ હજાર પરિવારોના નુકસાનગ્રસ્ત ઘરોને ફરી રહેવા લાયક બનાવ્યા હતા અને ૯૩ હજાર પરિવારોને વાસણ કપડાં અને જરૃરી રેશન તથા દવાઓની સહાય કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





