જૂનાગઢના સરદાર બાગમાં જૂનાગઢ મ્યુઝિયમના ઓપેરા હાઉસમાં આજ તા.૬ ઓક્ટોબરથી
પશ્ચિમ ભારતની સૌથી ભવ્ય અને ૧૦૦ થી વધુ કલાત્મક વાવ અને જલમંદિરોને તસ્વીરના માધ્યમથી નિહાળવાનો લ્હાવો જૂનાગઢવાસીઓને મળ્યો છે. આજે સવારે સરદાર બાગ ઓપેરા હાઉસ ખાતે કલેકટર સૌરભ પારધી અને અન્ય મહાનુભાવોએ આ પ્રદર્શનને ખુલ્લુ મૂક્યું હતુ.
આપણું જૂનાગઢનાં સંયોગથી પશ્વિમ ભારતની વાવો તથા જળાશયો ગુજરાત અને રાજસ્થાનના એક અનન્ય સ્થાપત્ય સ્વરૂપ પ્રતિ દર્શકોનું ધ્યાન આકર્ષિત કરે તેવી તસ્વીરોનું ગોઠવાયેલ પ્રદર્શનમાં મુખ્યત્વે પાટણની રાણકીવાવ, અડાલજની હુડા દેવીની વાવ, તે ઉપરાંત ગુજરાતમાં આવેલી સમૃધ્ધ કોતરકામ કરેલ તેમજ ખુબ જ સુંદર શિલ્પ ધરાવતી પાણીની વાવ, જળાશયો, વાવો, તળાવો, અને પાણીનાં કુંડ સહિતનાં જલમંદીરો આપણો સૈાનો અમુલ્ય વારસા સ્વરૂપે જોવા મળે છે. જૂનાગઢનાં સ્થાપત્યો વિષેની માહિતી તેમજ તેનું મહત્વ અંગે ડો. ખાચર અને માનવ જીવનમાં જળસંચયની અગત્યતા ગઇ કાલ અને આજ વિષયે ડો. એચ.ડી.રાંક વિષય સંબંધિત વ્યાખ્યાન આપ્યુ હતુ. અમેરિકન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયન સ્ટડીઝ દ્વારા આયોજિત કરાયેલા આ તસવીર પ્રદર્શનનો હેતુ પુરાતન સમયમાં જળની સમસ્યા ઉકેલવા માટે બનાવવામાં આવેલી વાવ અને તેની પાછળની કલાત્મક કારીગીરી અને ઉપરાંત આ વાવનો ફરી જળ મંદિર તરીકે ઉપયોગ કરી શકાય તે માટે નવી પેઢીમાં જાગૃતિ આવે તે અંગે શિક્ષિત કરવાનો છે.
વિશેષમાં આ પ્રદર્શનમાં તસવીર પ્રદર્શન ઉપરાંત એક રૂમમાં થ્રીડી થી પણ આધુનિક ટેકનોલોજી
દ્વારા લોકોને વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા લોકોને વોક થ્રુ કરાવી ને પાટણની રાણકીવાવના દર્શન કરાવવામાં આવે છે, ખાસ પ્રકારના ચશ્મા પહેરીને આ વાવને નિહાળવામાં આવે છે ત્યારે વ્યક્તિ જાણે કે આકાશમાં ઉડીને રાણકીવાવને નિહાળતા હોય તેવો અહેસાસ થાય છે અને આધુનિક ટેકનોલોજી થી થતો આભાસ આબેહૂબ જેવો લાગે છે. કલેકટરશ્રી પારધી સહિતના મહાનુભાવોએ આજે આ આધુનિક ટેકનોલોજીથી રાણકીવાવ ને નિહાળી વર્ચ્યુઅલ ટેકનોલોજી ની પ્રશંસા કરી હતી અને આયોજકોને જૂનાગઢવાસીઓ માટે કરાયેલી આ વ્યવસ્થા અંગે અભિનંદન આપ્યા હતા. આ પ્રદર્શનને સફળ બનાવવા માટે અમેરિકન ઇ્નસ્ટીટ્યુટ ઓફ ઈન્ડીયન સ્ટડીઝનાં પાંડે અને શ્રી વિનય મિશ્રા સહિતના સહયોગીઓએ જહેમત ઉઠાવી હતી. સંસ્થાના ડાયરેક્ટર પૂર્ણિમા મહેતા અને આર્ટ અને આર્કિયોલોજી વિભાગના શ્રી વંદના મહેતા ના માર્ગદર્શન હેઠળ આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શન તારીખ ૭ અને ૮ ઓક્ટોબર-૨૦૧૮ સુધી સવારના ૧૧ થી સાંજના ૬ વાગ્યા સુધી નિહાળી શકાશે. આ પ્રસંગે મ્યુઝિયમ અને આર્કિઓલોજી વિભાગના નિયામક શ્રી બીપીન જાદવ, અગ્રણી નિલેશભાઈ ધુલેશિયા શ્રી ભાવેશભાઈ વેકરીયા, સ્પોન્સર સંસ્થા ગૃહ ફાઇનાન્સ ના શ્રી જયેશભાઈ મહેતા, નાયબ માહિતી નિયામક રાજુભાઇ જાની, સમીરભાઈ વોરા અને અન્ય અગ્રણીઓ તેમજ વિવિધ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી પ્રદર્શનને નિહાળ્યું હતું
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





