એક્ટિવા-બાઇક વચ્ચે અકસ્માતમાં પોલીસકર્મીનું મોત

0
7

રાજકોટ,તા.૬
રાજકોટના પડધરી સરકારી હોસ્પિટલ સામે એક્ટિવા અને પોલીસ બાઇક વચ્ચે એક્સિડન્ટ થયું હતું. જેમાં પોલીસ બાઇક ચાલક રણવીરસિંહ વનરાજસિંહ જાડેજા (ઉ.૨૬)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પાછળ બેઠેલા મહિલા એએસઆઇ પૂજાબેન અને એક્ટિવા ચાલક પિયુષભાઇ બન્નેને ઇજા પહોંચતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
રણવીરસિંહ મૂળ મોરબીના પીલુડી ગામના વતની છે જે પડધરી જીઆરડીમાં ફરજ બજાવતા હતા. તો પડધરી પોલીસ સ્ટેશનમાં જ એએસઆઇ તરીકે પૂજાબેન મગનભાઇ ફરજ બજાવી રહ્યા છે. બન્ને બાઇકમાં ઓન ડ્યુટી પેટ્રોલિંગ પર હતા. જેમાં એક્ટિવા સાથે પોલીસ બાઇકનો ધડાકાભેર અકસ્માત થતા બાઇક ચાલક પોલીસ જવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY