નડિયાદ–શનિવાર :: ખેડા જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ નડિયાદ, કપડવંજ, ખેડા અને ઠાસરાના પ્રાંત અધિકારીઓ દ્ધારા ઓક્ટોબર-૨૦૧૮ના માસ દરમિયાન રાત્રિ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રિ સભાઓમાં જિલ્લા અને તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહી ગ્રામજનોની રજૂઆતો/પ્રશ્નો સાંભળી સ્થળ ઉપર જ સકારાત્મક ઉકેલ કરવામાં આવે છે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વાવના મુવાડા ખાતે તા.૦૯-૧૦-૨૦૧૮ના રોજ, ઠાસરાના બાધરપુરા ગામે તા.૧૨- ૧૦-૨૦૧૮, માતરના સંધાણા ગામે તા.૧૦-૧૦-૨૦૧૮, નડિયાદના કંજોડા ગામે તા.૨૨-૧૦-૨૦૧૮, કઠલાલના સરખેજમાં
તા.૨૩-૧૦-૨૦૧૮, નડિયાદના વસોમાં તા.૨૪-૧૦-૨૦૧૮, ખેડાના નવાગામમાં તા.૨૪-૧૦-૨૦૧૮, ગળતેશ્વરના સરનાલમાં તા.૨૪-૧૦-૨૦૧૮, ઠાસરાના ઢુંડીમાં તા.૨૬-૧૦-૨૦૧૮, કપડવંજના નિરમાલીમાં તા.૩૦-૧૦-૨૦૧૮ અને ગળતેશ્વરના મેનપુરા
ગામે તા.૩૦-૧૦-૨૦૧૮ ના રોજ સાંજના ૭.૩૦ કલાકે રાત્રિ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાત્રિ સભાઓનો સવિશેષ લાભ લઇ રાજય/કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાકલ્યાણની યોજનાઓની જાણકારી મેળવવા ગ્રામજનોને કલેક્ટરશ્રી આઇ.કે.પટેલે અનુરોધ કર્યો છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






