૧૪ જિલ્લાના ૫૫૦૦ ગામડાઓમાં આદિવાસીઓ ૩૧મીએ ચૂલો નહીં સળગાવે..!!!

0
11

નર્મદા,તા.૨૫
કેન્દ્ર અને ગુજરાત સરકાર વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ આૅફ યુનિટી’ના અનાવરણની તૈયારી કરી રહ્યાં છે, પરંતુ પ્રતિમા નજીક સ્થિત ગામના હજારો ગ્રામજનો આ પરિયોજનાનો વિરોધ પ્રદર્શન કરવાની તૈયારીમાં છે. ૧૮૨ મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧ ઓક્ટોબરે કરનાર છે ત્યારે નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્થાનિક આદિવાસી સંગઠનોએ કહ્યું કે ‘સ્ટેચ્યુ આૅફ યુનિટી’ પરિયોજનાથી પ્રભાવિત લગભગ ૭૫,૦૦૦ આદિવાસી પ્રતિમાના અનાવરણ અને વડાપ્રધાનનો વિરોધ કરશે. ૧૪ જિલ્લાના ૫૫૦૦ ગામડાઓમાં આદિવાસીઓ ૩૧મીએ ચૂલા નહી સળગાવી અનોખો વિરોધ કરશે. નર્મદા સહિત ૧૪ જિલ્લામાં અત્યારે આદિવાસી સંસ્થાઓ લોકાપર્ણ કાર્યક્રમનો વિરોધ કરવા ખાટલા પરિષદો યોજી રહી છે. ભાજપ આદિવાસીઓને કેટલુ નુકશાન પહોંચી રહી છે તેવુ સમજાવવામાં આવી રહ્યું છે. આદિવાસીઓમાં ભારે રોષ છેકે, ૭૦ ગામડાઓ તો સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ડૂબમાં ગયા છે. નર્મદા ડેમમાં વિસ્થાપિતો હજુ સ્થાપિત થયા નથી. આ સંજાગોમાં નર્મદા જિલ્લા સહિત કુલ ૧૪ જિલ્લાઓમાં આદિવાસીઓ ચૂલા નહી સળગાવી વિરોધ નોંધાવશે. આદિવાસીઓમાં આ સળવળાટ થતાં ભાજપ સરકાર પણ ચિંતામાં મૂકાઇ છે.
એક તરફ, ભાજપ સરકાર સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો ભવ્ય લોકાપર્ણ સમારોહ યોજવાની તૈયારીમાં લાગી છે તો, બીજી તરફ, આદિવાસી વિસ્તારોમાં ય આ લોકાપર્ણ કાર્યક્રમનો બહિષ્કાર કરવા ખાટલા પરિષદો યોજાઇ રહી છે. આદિવાસી ધારાસભ્ય છોટુ વસાવાએ તો એવો આરોપ મુકિયો છેકે, પાટીદાર વોટબેન્ક ભાજપના હાથમાં સરકી રહી હતી પરિણામે લોકસભાની ચૂંટણીમાં પટેલ મતો અંકે કરવા સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવાઇ છે. આદિવાસીઓ માટે તો આ વિનાશ નોતરશે. ભિલિસ્તાન ટાઇગર સેનાએ છેલ્લા કેટલાંય દિવસોથી નર્મદા સહિતના આદિવાસી વિસ્તારોમાં રેલી યોજી શકિત પ્રદર્શન શરુ કર્યુ છે.
વિરોધ પ્રદર્શનમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠાથી દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લા સુધી લગભગ નવ આદિવાસી જિલ્લા આંદોલનમાં ભાગ લેશે. તેમણે કહ્યું, “૩૧ ઓક્ટોબરે ‘બંધ’ ફક્ત શાળા, કાર્યાલયો અથવા વ્યવસાયિક સંસ્થાઓ સુધી મર્યાદિત રહેશે નહીં. પરંતુ ઘરમાં જમવાનું ન બનાવીને વિરોધ વ્યક્ત કરાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY