ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાએ ૬૦૦ કર્મચારીઓને દિવાળી બોનસમાં કાર ભેટ આપી ગુજરાતની સૌથી મોટી દિવાળી ૩૧ ઓક્ટોબરે આવી રહી છે : પીએમ મોદી

0
30

કર્મચારીઓનો ઉત્સાહ આ રીતે જ વધારવામાં આવે તો કર્મચારીઓ બમણી તાકાતથી કામ કરી શકે છે
ન્યુ દિલ્હી/સુરત,તા.૨૫
દિવાળીએ બોનસમાં કારના રૂપે બોનસ આપીને સુરતના ડાયમંડ કિંગ સવજીભાઈ આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. સુરતના ડાયમંડ કિંગ અને હરેકૃષ્ણ એક્સપોર્ટના માલિક સવજીભાઈ ધોળકિયાએ પોતાના કર્મચારીઓને દિવાળી બોનસમાં ૬૦૦ કાર આપી છે. આજે બોનસ આપવાના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું. તેમણે કર્મચારીઓને આવી ગિફ્ટ આપવા બદલ સવજીભાઈનું અભિવાદન કર્યું હતું.
સવજીભાઈ ધોળકિયાએ આજે પોતાના કર્મચારીઓને ૬૦૦ કાર બોનસરૂપે ભેટમાં આપી છે. તો બીજી તરફ, તેમણે કેટલાક કર્મચારીઓને મકાન પણ આપ્યા છે. આજે દિવ્યાંગ કર્મચારીઓને કારની ચાવી સોંપાઈ હતી. ત્યારે આ પ્રસંગે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરીને કર્મચારીઓમાં નવો જુસ્સો ભર્યો હતો. તેમણે સવજીભાઈને અભિનંદન આપતા કહ્યું હતું કે, કર્મચારીઓનો ઉત્સાહ આવી રીતે જ વધારવામાં આવે તો કર્મચારીઓ બમણી તાકાતથી કામ કરી શકે છે. તેમણે કહ્યું કે, ન્યૂ ઈન્ડિયાના વિકાસ માટે સવજીભાઈનું મહત્વનું યોગદાન રહ્યું છે.
બધાને દિવળી, ધનતેરસની શુભકામનાઓ. હું ૩૧ ઓક્ટોબરે ગુજરાત આવી જ રહ્યો છું. આ દિવસે સરદારની પ્રતિમા આખા દુનિયા સમક્ષ મૂકવામાં આવશે. જે ગુજરાતની શાન બની જશે. ગુજરાતમાં સૌથી મોટી દિવાળી ૩૧ ઓક્ટોબરે આવી રહી છે, દરેક ગુજરાતીને હવે શાનથી જાવાશે.
રોજગાર અને કારોબાર માટે ગુજરાત અને સુરતની ઓળખ દુનિયાભરમાં છે. સવજીભાઈ જેવા લોકોને કારણે સુરતની ચર્ચા આર્ટ ઓફ ગિવિંગ માટે પણ થાય છે. વેપાર માનવતાનું કેન્દ્ર પણ બની શકે છે તે તેમણે દુનિયાને બતાવ્યું છે. તેમના વેપારમાં વ્યાવહાર, સદાચાર અને પરોપકાર પણ સામેલ હોય છે. આજે તેમણે જે પણ મેળવ્યું છે, તેમની પાછળ તેમના વિચારો અને આખા પરિવારની મહેનત છે. પરંતુ તેમનામાં સંવેદનશીલતા અને બીજા માટે જીવવાનો ભાવ પણ છે.

સ્કિમના લીધે રત્નકલાકારોની કુશળતા વધીઃ સવજી ધોળકીયા
સવજી ધોળકીયાએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષમાં કંપનીના ૪૦૦૦ રત્નકલાકારોને આ રીતે વિશેષ ઇન્સેન્ટિવ અપાયા છે. કંપનીમાં જે કારીગર જેટલું કામ કરે તેના દસ ટકા પ્રમાણે વધુમાં વધુ ૬૦૦૦ મહિનાનું બોનસ અપાય છે. આ સ્કિમના લીધે રત્નકલાકારોની કુશળતા વધી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY