તા.19 સપ્ટે.થી 31 ડિસેમ્બર દરમ્યાન ખેલ મહાકુંભ યોજાશે : શાળાકક્ષાએ, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ યોજાશે
રાજપીલા : રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ – 2018ની જાહેરાત કરવામાં આવી છે. 19 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર સુધી શાળાથી લઇને રાજ્યકક્ષાની સ્પર્ધાઓ યોજાશે. ખેલમહાકુંભમાં ગ્રામ્ય અને શહેરોના વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ રમતવીરોને રમતોમાં ભાગ લેવાની તક અપાય છે. જેમાં ભાગ લેવા માટે સ્પર્ધકોએ તા.2 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન www.khelmahakumbh.orgવેબસાઈટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાશે. ગત વર્ષની જેમ 50 હજારથી વધુ રમતવીરો નર્મદા જિલ્લા માં ભાગ લેશે જે માટે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર કામે લાગી ગયું છે, અને આ બાબતે જિલ્લા રમત ગમત અધિકારીએ એક્સન પ્લાન ઘડી કાઢ્યો છે અને વધુમાં વધુ લોકો ભાગ લે એવા પ્રયત્નો શરૂ કરી દીધા છે.
પહેલી વખત DSO વ્યાયામ શિક્ષકોનું સન્માન કરશેનર્મદા રમત ગમત અધિકારી મહેશ ચૌધરીએ જણાવ્યું હતું કે બાળકને નાનપણથી વ્યાયામ શિક્ષકો તૈયાર કરે છે. માટે બાળકો આગળ વધે છે. જેમ બાળકની ઉંમર વધે તેમ તેના કોચ બદલાય છે. તે સફળતા મેળવે ત્યારે તેના વર્તમાન કોચને ફાળે સફળતા નોંધાય છે. ત્યાાયાારે વ્યા્યાયામ શિિક્ષક ભૂલાય નહીં તે માટે શિક્ષકના ખેલાડીઓ વધુ મેડલ મેળવશે તેવા પાંચ શિક્ષકોનું જિલ્લા કક્ષાનું સન્માન થશે.
સ્પર્ધાઓ અને તેની તારીખ
19 થી 21 સપ્ટેમ્બર | શાળા/ગ્રામ્યકક્ષાએ એથ્લેટિક, કબ્બડી, ખો-ખો, રસ્સાખેંચ અને વોલીબોલ.
22 થી 26સપ્ટેમ્બર | તાલુકાકક્ષાએ એથ્લેટિક, કબ્બડી, ખો-ખો, રસ્સાખેંચ અને વોલીબોલ, ચેસ, શુટીંગબોલ અને યોગાસન.
20 ઓક્ટોબરથી 3 નવેમ્બર | જિલ્લા-મહાનગરપાલિકા કક્ષાએ આર્ચરી, એથ્લેટિક, ફૂટબોલ, હેન્ડબોલ, હોકી, જુડો, કબ્બડી, ખો-ખો, વોલીબોલ, કુસ્તી, લોન ટેનિસ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ચેસ, શુટીંગબોલ, સ્કેટિંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, ટેકવેન્ડો, રસ્સાખેંચ, અને યોગાસન.
રાજ્યકક્ષાએ 1થી 31 ડિસેમ્બર | આર્ચરી, એથ્લેટિક, ફૂટબોલ, હેન્ડબોલ, હોકી, જુડો, કબ્બડી, ખો-ખો, વોલીબોલ, કુસ્તી, લોન ટેનિસ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ચેસ, શુટીંગબોલ, સ્કેટિંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, ટેકવેન્ડો, રસ્સાખેંચ, યોગાસન, જીમ્નાસ્ટીક, સાયકલિંગ, શૂટિંગ, સ્કેટિંગ (આર્ટિસ્ટિક), વેઇટ લિફ્ટિંગ, બોક્સિંગ, ફેન્સીંગ, કરાટે, મલખંભ, ગિલ્લી દંડા, સોફ્ટ ટેનિસ, રગ્બી ફૂટબોલ અને સપોર્ટ કલાઈમ્બિંગની સ્પર્ધા યોજાશે.
ચીફ રીપોર્ટેર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




