અમેરિકા સાથેનું ટ્રેડ વોર ચીનને ભારે પડ્યું,મહત્વાકાંક્ષી યોજનાઓ પર વાગી બ્રેક

0
17

બેઈજિંગ,તા.૩૦
ચીને છેલ્લા ૫ વર્ષોમાં એશિયા, પૂર્વી યૂરોપ અને આફ્રિકામાં અનેક મોટા પ્રોજેક્ટમાં અરબો ડાલરનું રોકાણ કર્યું છે. દુનિયામાં પોતાનો દબદબો સ્થાપિત કરવા ચીન આમ કરી રહ્યું છે. પરંતુ હવે ચીને પોતાના હાથ પાછા ખેંચવાના શરૂ કરી દીધા છે. ચીની કંપનીઓ દ્વારા કરવામાં આવેલા સોદા તેની મહત્વકાંક્ષી વૈશ્વિક યોજના ‘બેલ્ટ એંડ રોડ ઈનિશિએટિવ’ અંતર્ગત છે.
ચીની કંપનીઓએ કોશન નોટ બહાર પાડીને કહ્યું છે કે, ચીનના સંસ્થાનોને લોન આપતા પહેલા સાવધાન રહેવુ જાઈએ અને એ પણ ખાતરી કરે લેવી જાઈએ અને તપાસ કરી લેવી કે લોન પરત મળશે કે કેમ.
નાએક્સપોર્ટ-ઈમ્પોર્ટ બેંક ઓફ ચાઈના ચેરપર્શન હુ જિયાઓલિયાને કહ્યુ છે કે, વર્તમાન આંતરરાષ્ટ્રીય સ્થિતિમાં ખુબ જ અસ્થિરતા છે અને તેમાં ખોટની આશંકાઓ વચ્ચે વ્યાજદરોમાં પણ ઝડપથી ફેરફારો થઈ રહ્યાં છે. તેમણે કહ્યુ હતું કે, ચીનની કંપનીઓ અને બેલ્ટ એંડ રોડ ઈનિશિએટિવને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
ચીને તેની એજન્સીઓને એ જાણકારી મેળવવા કહ્યુ છે કે, કેટલી ડીલ થઈ છે, કયા દેશ સાથે થઈ છે અને કયા આર્થિક ધારાધોરણોએ થઈ છે. અમેરિકા અને યૂરોપ પહેલાથી જ ચિંતિત છે કે બેલ્ટ એંડ રોડ ચીન દ્વારા આર્થિક શસક્ત્ત બનવા માટે બનાવેલી યોજના છે. જેની પાછળ ચીનની સરકાર આંધળો ખર્ચ કરી રહી છે.
આ ઈનિશિએટિવ અંતર્ગત ચીન સરકારના નિયંત્રણ હેઠળના દેવા ધારકો બીજા દેશોને હાઈવે, રેલવે અને પાવર પ્લાંટ જેવા પ્રોજેક્ટ બનાવવા માટે લોન આપે છે. આ લોન એ શરતે આપવામાં આવે છે કે યોજના અને નિર્માણ કાર્યમાં ચીનની કંપનીઓને કામ આપવામાં આવશે. જે અંતર્ગત કંપનીઓ વ્યાપાર કરે છે.
પરંતુ અમેરિકા સાથેના ટ્રેડ વોરના કારણે ચીનની હાલત ખરાબ થઈ રહી છે. હાલ ચીનની અર્થવ્યવસ્થાની ગતિ ધિમી થઈ રહી છે. અમેરિકા સાથેના વ્યાપાર યુદ્ધના કારણે તેને ઘરઘથ્થુ લોનની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે મોટાભાગની ગતિવિધિઓ બેલ્ટ એંડ રોડ ઈનિશિએટિવ અંતર્ગત થશે. વધારે પડતી લોન આપવી અનેક દેશો સાથે સંબંધો પણ ખરાબ કરી શકે છે. મલેશિયા અને શ્રીલંકાની નવી સરકારોએ સવાલ ઉઠાવવાનું શરૂ પણ કરી દીધું છે કે, ચીન પાસેથી આટલી મોટી લોન કેમ લેવામાં આવી રહી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY