વલસાડ જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ બે આદિવાસી તાલુકા સજ્જડ બંધ

0
548

એટ્રોસિટી એક્ટ હળવો કરવાના વિરોધમાં વલસાડ જિલ્લામાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થયા હતા. જોકે, બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો. ધરમપુર અને કપરાડા તાલુકો સજ્જડ બંધ રહ્યા હતા. કોઇ અનિચ્છનિય બનાવ બન્યો ન હતો. વલસાડમાં અનેક સંગઠનોએ શાંતિપૂર્વક રેલી કાઢી કલેક્ટર કચેરીને જય ભીમના નારા સાથે ગજવી આવેદન આપ્યું હતું. એટ્રોસિટી એક્ટ મુદ્દે સુપ્રિમે આપેલા ચૂકાદાના વિરોધમાં સમગ્ર દેશ સાથે વલસાડમાં બંધની અસર જોવા મળી ન હતી પણ એસસી, એસટી સમાજની વિવિધ સંસ્થાઓએ રેલી કાઢી આવેદનપત્ર આપ્યા હતા.જેમાં જુદા જુદા સમાજ સાથે ઓલ ઇન્ડિયા શિડયુલ કાસ્ટ રેલવે એમ્પલોઇઝ એસોસિએશન પણ જોડાયું હતુ. તમામે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી ૧૯૮૯નો કાયદો ફરીથી લાવવા રજૂઆત કરી હતી. વાપીમાં બંધની અસર જોવા મળી ન હતી. ચણોદ ખાતે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના લોકોએ રેલી કાઢી ભારે સૂત્રોચ્ચાર સાથે ચણોદ વિસ્તારમાં દુકાનો બંધ કરાવી દીધી હતી. જો કે થોડા સમય બાદ દુકાનો ફરી ખુલી ગઈ હતી. ચણોદથી નીકળેલી રેલી વીઆઈએ ચાર રસ્તાથી સરદાર ચોક સુધી પહોંચી હતી. આ ઉપરાંત પારડી, ઉમરગામ, ભિલાડ સહિતના વિસ્તારમાં પણ વેપાર-ધંધા ચાલુ રહ્યાં હતા. જ્યારે ધરમપુર અને કપરાડામાં સજજડ બંધ જોવા મળ્યું હતું. બંને તાલુકા આદિવાસી પ્રભાવિત હોવાથી બજારો સજ્જડ બંધ રહ્યા હતા. અઙીં દલિત સમાજની સાથે કોંગ્રેસના આગેવાનો બંધમાં જોડાયા હતા અને રેલી કાઢી હતી. કોઇ અનિચ્છનિય ઘટના નહીં બને એ હેતુથી સમગ્ર જિલ્લા પોલીસ હાઇ એલર્ટ પર હતી. તમામ પોલીસ મથકે એક-એક મેજીસ્ટ્રેટ નીમી દેવાયા હતા. જેના કારણે કોઇ અનિચ્છનિય બનાવમાં તેઓ તાત્કાલિક નિર્ણય લઇ પગલાં ભરી શકે. સેલવાસ પંથકમાં બંધને સારો પ્રતિસાદ : દમણમાં અસર નહીં બંને પ્રદેશમાં રેલી કાઢી વિરોધમાં આવેદન અપાયા વાપી, તા. 2 એપ્રિલ, 2018, સોમવાર દા.ન.હવેલીના સેલવાસ અને આસપાસના વિસ્તારમાં ભારત બંધને જડબેસલાક પ્રતિસાદ મળ્યો હતો. જ્યારે દમણમાં સફળતા મળી ન હતી. દા.ન.હવેલીના સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં બંધને સારો પ્રતિસાદ મળ્યો હતો. સેલવાસ, ખાનવેલ, નરોલી સહિતના વિસ્તારોમાં સવારે તમામ દુકાનો બંધ રહી હતી. જોકે, બપોર બાદ દુકાનો ચાલુ થઇ ગઇ હતી.એસસી, એસટીના લોકોએ રેલી કાઢી કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર અિધનિયમમાં કરાયેલા સુધારાને કારણે ગરીબ આદિવાસી, દલિતો પર અત્યાચાર વધવાની શકયતા વધી જશે. આ બાબતે પુન: વિચાર કરવો જોઈએ. જ્યારે દમણમાં બંધના એલાનને કોઈ સફળતા મળી ન હતી. પરંતુ એસસી, એસટી સમાજના લોકોએ જેટી કિનારેથી કલેકટર કચેરી સુધી સુત્રોચ્ચાર સાથે રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY